એક્ટ્રેસ યામી ગૌતમે ઈન્સ્ટાગ્રામ પર તેની અપકમિંગ ફિલ્મ ‘લોસ્ટ’ની ઘોષણા કરી -ક્રાઈમ રિપોર્ટરના રોલમાં જોવા મળશે

  • યામી ગૌતમની અપકમિંગ ફિલ્મ લોસ્ટ
  • એક્ટ્રેસ કરશે ક્રાઈમ રિપોર્ટરનો રોલ

 

મુંબઈઃ-  બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમે થોડા સમય પહેલા જ લગ્ન કર્યા છે, ત્યાર બાદ હવે તે પોતાના કામ તરફ આગળ વધતી જોવા મળી રહી છે,યામીએ પોતાની અપકમિંગ ફિલ્મ લોસ્ટની જાહેરાત કરી છે,આ ફિલ્મનું નિર્દેશન ‘પિંક’ ફિલ્મ ફેમ અનિરુદ્ધ રોય ચૌધરી દ્વારા કરવામાં આવશે.

જો આ ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો આ ફિલ્મ ‘લોસ્ટ’ એક તપાસનીસ નાટકની ફિલ્મ છે જેમાં યામી ક્રાઈમ રિપોર્ટરની ભૂમિકા નિભાવતી દર્શકોને જોવા મળશે. આ ફિલ્મમાં યામી સિવાય નીલ ભૂપલમ, પિયા બાજપેયી અને તુષાર પાંડે પણ જોવા મળશે .

યામી ગૌતમે તેની નવી ફિલ્મની જાહેરાત  સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે, તેણે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં પોસ્ટ કરીને લખ્યું છે કે , ‘ પેશ છે એક બીજીદમદાર અને રોમાંચક કહાનિ, જે આજના સમયમાં પહેલાથી વધુ પ્રાસંગિક છે, # લોસ્ટ.’

યામીની આ ફિલ્મનું નિર્માણ ઝી સ્ટુડિયો અને નમોપિક્ચર્સ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ શ્યામલ સેન ગુપ્તા અને રિતેશ શાહે લખી છે.

દિગ્દર્શક અનિરુદ્ધ રોય ચૌધરીએ ફિલ્મ વિશે કહ્યું કે, ” આ એક ઈમોશનલ થ્રિલર ફિલ્મ છે. મારા માટે તે મહત્વનું છે કે હું જે પણ ફિલ્મ બનાવું છું તેનો સમાજ સાથે સંબંધ છે અને તેની વાર્તા પણ આપણી આસપાસની દુનિયા પર આધારિતહોય છે.” તેમણે કહ્યું, “મારી ફિલ્મ્સની વાર્તાઓ સામાજિક મુદ્દાઓ પર આધારિત હોવાથી તેને આસપાસથી જ લેવામાં આવે છે.” ‘લોસ્ટ’ નું શૂટિંગ આવતા મહિને શરૂ થશે. તેનું મોટા ભાગનું શૂટિંગ કોલકાતામાં કરવામાં આવનાર છે.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular