1. Home
  2. revoinews
  3. રાજકુન્દ્રાની પહેલી વાઈફએ સર્જેલા વિવાદ વચ્ચે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ ખાસ પોસ્ટ શેર કરી, કહ્યું કંઈક આવું
રાજકુન્દ્રાની પહેલી વાઈફએ સર્જેલા વિવાદ વચ્ચે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ ખાસ પોસ્ટ શેર કરી, કહ્યું કંઈક આવું

રાજકુન્દ્રાની પહેલી વાઈફએ સર્જેલા વિવાદ વચ્ચે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ ખાસ પોસ્ટ શેર કરી, કહ્યું કંઈક આવું

0
Social Share
  • રાજકુન્દ્રાની પત્નિએ સર્જ્યો હતો વિવાદ
  • રાજકુન્દ્રાએ તોડ્યું આ મામલે મૌન
  • આ સમગ્ર વિવાદ વચ્ચે શિલ્પાએ સુંદર ફોટોઝ શરે કર્યા

મુંબઈઃ- બોલિવૂડમાં પોતોના સુંદરતા અને ફઇટનેસને લઈને જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં જોવા મળે છે અને તેનું કારણ તેમની પૂર્વ પત્ની કવિતા એ તેમના વિશે કહેલી વાતો છે, રાજ કુંદ્રાએ શિલ્પા સાથે બીજા લગ્ન કર્યા છે અને કેટલાક કારણોસર તેની પહેલી પત્ની કવિતાથી છૂટાછેડા લીધા હતા.અભિનેત્રી શિલ્પા પર ઘણી વાર કવિતાનું ઘર તોડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો

જો કે, રાજ અને કવિતાના છૂટાછેડાનું કારણ આજ સુધી રહસ્મય જ રહ્યું, પરંતુ હવે રાજે ખુદ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે. રાજે તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે કવિતાને તેની બહેનના પતિ સાથે અફેર છે અને આ કારણે બંનેના છૂટાછેડા થઈ ગયા છે. આ સમગ્ર વિવાદ વચ્ચે એભનેત્રી શિલ્પાએ સુંગદ ફોટોઝ શેર કર્યા છે.

રવિવારે અભિનેત્રીએ  તેના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી હતી. જેમાં શિલ્પાએ જે પુસ્તક વાંચી રહી હતી તેની તસવીર શેર કરી હતી. તે પુસ્તક પર લખ્યું હતું – ‘શેયર્ડ સફરિંગ’. એકાંતમાં કોઈ અચ્છાઈની હાજરી હોતી નથી. અચ્છાઈના દરેક પગલાં અચ્છાઈ તરફ યોગદાન આપે છે. એ જ રીતે, જ્યારે આપણે કેટલાક સારા કાર્યો કરવામાં વિલંબ કરીએ છીએ, ત્યારે આપણે બધાએ ભોગવવું પડે છે.

આ પોસ્ટમાં આગળ લખ્યું છે, ‘ઘણી વખત આપણે સારા લોકો સાથે કરવામાં આવતી ખરાબ વસ્તુંઓ વિશે સાઁભળતા અથવા જોતા હોઈએ છીએ, આપણે કંઇ કરૂ શકતા નથી કારણ કે તે ઘટનાઓ ઘણી દૂર હોય છે અથવા કાપી નાખેલી લાગે છે. દુનિયામાં જ્યારે કોઈ સારા વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવે છે, ઘાયલ થાય છે, ધરપકડ કરવામાં આવે છે, જેલમાં ધકેલી દેવામાં આવે છે, યાતના આપવામાં આવે છે અથવા મારવામાં આવે છે, ત્યારે આપણે બધા થોડા સંવેદનશીલ બની જઈએ છીએ. ‘

અનેક લોકો શિલ્પા શેટ્ટીની આ પોસ્ટ જોઈને અનુમાન લગાવી રહ્યા છે કે તે પતિ રાજ દ્વારા કરવામાં આવેલા ઘટસ્ફોટનો આ ખુલાસો છે.ઉલ્લેખનીય છે કે, રાજ એ પોતાના ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે શિલ્પાએ તેમને આ બધું કહેવાની ના પાડી હતી. તેણે કહ્યું કે મારે આ બાબતને આગળ લાવવાની ઇચ્છા થઈ હતી પરંતુ તેમણે મને આમ કરતા અટકાવ્યો હતો.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code