સુશાંત કેસમાં આ એકટરે કરી સીબીઆઈ તપાસની માંગ
- સુશાંત કેસમાં વરુણ ધવને કરી સીબીઆઈ તપાસની માંગ
- ફેન્સે વરુણની લગાવી દીધી વાટ
- યુઝર્સે વરુણને કરી નાખ્યો ટ્રોલ
સુશાંત સિંહ રાજપૂતના આપધાત મામલે અનેક સેલેબ્રિટીઝ સીબીઆઈ તપાસની માંગ કરી ચુક્યા છે. મોડા તો મોડા પણ બોલિવુડ એકટર વરુણ ધવને પણ સીબીઆઈ તપાસની માંગ કરી છે.. વરુણે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી સુશાંત સુસાઇડ કેસમાં સીબીઆઈ તપાસની માંગને પોતાનું સમર્થન જાહેર કર્યું છે..જોકે, વરુણ ધવનની આ પોસ્ટ જનતા જનાર્દનને ખાસ પસંદ ન આવી. ઇન્સ્ટા અને ટ્વીટર યુઝર્સે વરુણને રીતસરનો ટ્રોલ કરી નાખ્યો હતો.
યુઝર્સે લખ્યું છે કે આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ સડક-2ના ટ્રેલરને કરોડો ડીસ્લાઇકસ મળ્યા બાદ વરુણ ધવન ડરી ગયો છે. હવે તે પોતાની આગામી ફિલ્મ ફૂલી નંબર 1 ના આવા હાલ ન થાય તે માટે બચાવા માંગે છે. અને એટલે જ સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ તપાસની માંગને સપોર્ટ કરવાનો દેખાડો કરી રહ્યો છે.
એક યુઝરે લખ્યું કે, ‘ભાઈ બહુ જલ્દી યાદ આવ્યું, સડક 2ના હાલ જોઈને ડરી ગયો, ભાઈ આ તો શરૂઆત છે. બોલીવુડની તો હવે લંકા લાગી જશે. અન્ય એક યુઝરે લખ્યું કે ‘શેમ ઓન યુ વરુણ ધવન, જયારે સડક 2ના ટ્રેલર સૌથી વધુ ડીસ્લાઇક વિડીયો બન્યો ત્યારે આ આવ્યા છે’
_Devanshi