1. Home
  2. revoinews
  3. કોમેડી રોલ માટે જાણીતા અભિનેતા રાજપાલ યાદવે 50 વર્ષની ઉંમરે પોતાના નામમાં કર્યો બદલાવ. જાણો શું રાખ્યું નવું નામ
કોમેડી રોલ માટે જાણીતા અભિનેતા રાજપાલ યાદવે 50 વર્ષની ઉંમરે પોતાના નામમાં કર્યો બદલાવ. જાણો શું રાખ્યું નવું નામ

કોમેડી રોલ માટે જાણીતા અભિનેતા રાજપાલ યાદવે 50 વર્ષની ઉંમરે પોતાના નામમાં કર્યો બદલાવ. જાણો શું રાખ્યું નવું નામ

0
Social Share
  • રાજપાલ યાદવે 50 વર્ષે પોતાના નામમાં પિતાનું નામ ઉમેર્યું
  • તેણે પોતાનું નામ હવે રાજપાલ નૌરંગ યાદવ રાખ્યું

 

મુંબઈઃ- બોલિવૂડ જગતમાં રાજપાલ યાદવ નામ કોઈની ઓળખનું મોહતાજ નથી, કોમેડિ દુનિયામાં આ નામ ખૂબજ મશહુર છે, અનેક બોલિવૂડ ફિલ્મામાં તેમણે લોકોને પેટ પકડીને હસાવ્યા છે, રાજપાલ યાદવે ઘણી સપર હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

તાજેતરમાં જ એવી માહિતી સામે આવી હતી કે રાજપાલ યાદવે પોતાના નામમાં થોડો બદલાવ કર્યો છે,બોલિવૂડમાં રાજપાલ યાદવ નામ મશહૂર છે, દરેક લોકો તેને આજ નામથી ઓળખતા થયા છે આ નામ થકી તેણે બોલિવૂડ ફિલ્મોમાં ખાસ ઓળખ બનાવી છે તો 50 વર્ષની ઉંમરે હવે શા માટે તેમે નામ બદવાની દરુર પડી, આ સવાલ દરેકના મનમાં ઉદ્ભવ્યો જ હશે, તો ચાલો જાણીએ શા માટે તેમણે નામ બદલવાનો નિર્ણય લીધો.

કોમેડી અભિનેતા રાજપાલ યાદવે બોલિવૂડ જગતમાં  22 વર્ષ પૂરા કર્યા છે. પોતાના દમ પર તેમણે આ ઇન્ડસ્ટ્રીમાં નામ બનાવ્યું છે. વર્ષ 1999 માં, રાજપાલ યાદવે ફિલ્મ ‘દિલ ક્યા કરે’ થઈ ડેબ્યૂ કર્યું ત્યાર બાદ તેણે ‘હંગામા’, ‘ચૂપ-ચૂપ કે’, ‘ફિર હેરા ફેરી’, ‘ઢોલ’, ‘પ્યાર તુને ક્યા કિયા’ જેવી ફિલ્મોમાં સહાયક અભિનેતા તરીકે શોનદાક એક્ટિંગ કરીને પોતાની અલગ ઓળખ બનાવી હતી.આ સાથે જ ‘લેડિઝ ટેઈલર’, ‘પતિ પત્ની ઓર વો’ જેવી ફિલ્મોમાં લીડ રોલમાં પણ જોવા મળ્યા

ઉલ્લેખનીય છે કે અભિનેતા રાજપાલ યાદવે  માર્ચ મહિનમાં તેમના 50 માં જન્મદિવસ પર પોતાનું નામ બદલવાનો નિર્ણય લીધો હતો, તેમણે આ નિર્ણય હેછળ હવે તેમના નામની સાથે સાથે પિતાનું નામ નૌરંગ પણ ઉમેર્યું છે. હવે તેનું નામ રાજપાલ નૌરંગ યાદવ તરીકે ઓળખાય છે.

એક મીડિયા સાથે વાતચીત કરતા વખતે અભિનેતાએ કહ્યું હતું કે, 1997 માં હું મુંબઈ આવ્યો હતો, તેથી હવે મારા પિતાનું નામ મારા નામની પાછળ  ઉમેરવામાં આવ્યું છે  રાજ્યનો નિયમ હતો. આ નામ પાસપોર્ટ પર પણ જોવા મળે છે. રાજપાલે કહ્યું કે તેમના 50 માં જન્મદિવસ પર તેણે તેમના પિતાનું નામ ઉમેરવાનું નક્કી કર્યું. રાપાલલ  યાદવ હવે રાજપાલ નૌરંગ યાદવ બન્યા છએ, હવે દરેક જગ્યાએ તેમનું આ નવું નામ લેવામાં આવશે.

 

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code