1. Home
  2. revoinews
  3. એક્ટર અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર હાર્લી ડેવિડસન ચલાવવતો ફોટો કર્યો શેર,નાતિ નવ્યા એ નાના ને કહ્યું, ‘ધ કુલેસ્ટ’
એક્ટર અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર હાર્લી ડેવિડસન ચલાવવતો ફોટો કર્યો શેર,નાતિ નવ્યા એ નાના ને કહ્યું, ‘ધ કુલેસ્ટ’

એક્ટર અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર હાર્લી ડેવિડસન ચલાવવતો ફોટો કર્યો શેર,નાતિ નવ્યા એ નાના ને કહ્યું, ‘ધ કુલેસ્ટ’

0
Social Share
  • અમિતાભ બચ્ચને હાર્લે ડેવિડસન ચલાવતો ફોટો શેર કર્યો
  • નાતિ નવ્યાની કોમેન્ટે મચાવી ઘૂમ

 

મુંબઈઃ-બોલિવૂડના શહેનશાહ એવા અમિતાભ બચ્ચન ખૂબ મોટી જાણીતી હસ્તી છે જે બોલીવુડને લઈને સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળે છે છે. અમિતાભ બચ્ચન અવાર નવાર સોશિયલ મીડિયા પર તેમના જીવનની રમુજી વાતો શેર કરતા રહે છે.ક્યારેક તેઓ કોી ફોટો તચો ક્યારેક તેઓ કોઈ ઘટનાક્રમ શેર કરે છે.ત્યારે હવે બિગ બીએ આવો જ એક ફોટો શેર કર્યો છે જેમાં તેઓ સ્પોર્ટ બાઈક ચલાવતા નજરે પડે છે, આ ફોટામાં બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચન હાર્લી ડેવિડસન પર બેઠા છે. આ ફોટો પર પૌત્રીની કોમેન્ટ્સ આવી છે, જે સોશ્યલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય બની રહી છે.

અમિતાભ બચ્ચન હાર્લી ડેવિડસનનો આ ફોટો શેર કરતાં લખ્યું છે કે, ‘… હાર્લી ચલાવવી એ પણ આપણી  એક મજા છે …’ આ રીતે, અમિતાભ બચ્ચનના ફોટો પર ચાર લાખથી વધુ લાઈક્સ આવી ચૂકી છે. આ ફોટો અંગે કોમેન્ટ કરતાં અમિતાભ બચ્ચનની નવાસી એટલે કે શ્વેતા બચ્ચનની પુત્રી નવ્યા નવેલી નંદાએ લખ્યું, ‘ધ કૂલેસ્ટ…’ આ રીતે નવ્યાએ તેના નાનાની પ્રશંસા કરી છે.નવ્યાની આ કોમેન્ટ લોકો ખૂબ લાઈક કરી રહ્યા છે

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code