1. Home
  2. revoinews
  3. ખુબ જ વાયરલ રૅપ સોંગ રસોડે મેં કૌન થા., પર એક્શન હિરો અક્ષય કુમારની રમૂજ પોસ્ટ
ખુબ જ વાયરલ રૅપ સોંગ રસોડે મેં કૌન થા., પર એક્શન હિરો અક્ષય કુમારની રમૂજ પોસ્ટ

ખુબ જ વાયરલ રૅપ સોંગ રસોડે મેં કૌન થા., પર એક્શન હિરો અક્ષય કુમારની રમૂજ પોસ્ટ

0
Social Share
  • ‘રસોડે મેં કૌન થા’ પર અક્ષય કુમારની રમૂજ પોસ્ટ
  • બેયર ગ્રીલ્સ સાથે શેર કર્યો ફોટો
  • ફોટો શેર કરી ફેંસને પૂછ્યા સવાલ

અમદાવાદ: આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ‘સાથ નિભાના સાથિયા’ સીરિયલનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આની સાથે રમૂજ સવાલ પણ મશહુર થયા છે કે ‘રસોડે મેં કૌન થા’? હવે બોલીવુડ ખેલાડી કુમાર એટલે અક્ષય કુમારની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે આ સવાલને ટીવીના ફેમસ સર્વાઇવલ શો ‘મેન વર્સેસ વાઇલ્ડ’ સાથે જોડી દીધો છે. અક્ષય ટૂંક સમયમાં આ શોના એપિસોડમાં નજરે પડશે.

અક્ષય કુમારે બેયર ગ્રીલ્સ સાથે ફોટો શેર કરતા લખ્યું – ‘રસોડામાં બેયર હતા’. તમે શું અનુમાન લગાવી શકો છો?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રજનીકાંત પછી હવે અક્ષય કુમાર ટીવીના ફેમસ સર્વાઇવલ શો ‘મેન વર્સેસ વાઇલ્ડ’ નો ભાગ બનવા જઈ રહ્યા છે. તેણે હાલમાં જ તેની એક ઝલક પેશ કરી છે, જેને જોઈને ફેંસ ખૂબ જ ઉત્સાહિત છે. તેમાં અક્ષય અને બેયર ગ્રીલ્સ જોખમોથી રમતા જોવા મળે છે.

આ વીડિયોમાં અક્ષય કુમાર અને બેયર ગ્રીલ્સ જંગલમાં ખતરનાક પ્રાણીઓથી બચીને બહાદુરીથી તેનો સામનો કરી રહ્યા છે. જો કે, આ બધું ગ્રાફિક્સ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. અક્ષયના ફેંસ ડિસ્કવરી ચેનલ પર 11 અને 14 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યે શોનો આખો એપિસોડ જોઈ શકશે

વીડિયો શેર કરતાં અક્ષય કુમારે કેપ્શન લખ્યું કે, તમે વિચારી રહ્યા છો કે હું પાગલ છું, પરંતુ ફક્ત પાગલ લોકો જ જંગલોમાં જાય છે.

બેયર ગ્રીલ્સ એ પણ તેના ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો શેર કરતા લખ્યું કે, જીવન એક એડવેન્ચર છે, જેને સાહસથી સારી રીતે રહી શકાઈ છે. અને અહીં કેટલાક સારા સાથીઓ છે, જે મહાન છે. તેણે આ પોસ્ટમાં અક્ષય કુમારને ટેગ કર્યા છે.

_Devanshi

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code