મંગળવારે ભારત અને ચીનના સરહદી સુરક્ષાકર્મીઓ વચ્ચે પૂર્વ લડાખના દૌલત બેગ ઓલ્ડી અને તેઈન વેઈન ડેઈન ખાતેના મીટિંગ પોઈન્ટ ખાતે બેઠક યોજાઈ હતી.
ભારતીય સુરક્ષાકર્મીઓના ડેલિગેશનનું નેતૃત્વ મેજર જનરલ અરવિંદ કપૂરે કર્યું હતું અને ચીનના ડેલિગેશનનું નેતૃત્વ સિનિયર કર્નલ જાન વેઈ હાને કર્યું હતું.
ભારત અને ચીન વચ્ચેની સાડા ત્રણ હજાર કિલોમીટરથી પણ લાંબી સરહદે ઘણાં ક્ષેત્રોમાં વિવાદ છે. આ વિવાદને કારણે વાટાઘાટો સાથે બોર્ડર મિકેનિઝમ હેઠળ ઘર્ષણ ટાળવાની કોશિશો પણ થતી રહે છે. આના માટે ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓ નિયમિત અંતરે અલગ- અલગ બોર્ડર મીટિંગ પોઈન્ટ પર બેઠકો કરતા હોય છે.