1. Home
  2. revoinews
  3. મમતા બેનર્જીને એક મોટો ઝટકોઃ-ટીએમસી ઘારાસભ્યએ ભગવો ઘારણ કર્યો
મમતા બેનર્જીને એક મોટો ઝટકોઃ-ટીએમસી ઘારાસભ્યએ ભગવો ઘારણ કર્યો

મમતા બેનર્જીને એક મોટો ઝટકોઃ-ટીએમસી ઘારાસભ્યએ ભગવો ઘારણ કર્યો

0
Social Share
  • અમિત શાહ પશ્મિબંગાળની મુલાકાતે
  • બીજેપીને વધુ એક ઝટકો
  • ટીએમસીના વિધાયક બીજેપીમાં જોડાયા
  • પશ્વિમ બંગાળ અને આર્ટીકલ 370નો એક ખાસ સંબંધ-અમિત શાહ
  • એનઆરસી પહેલા નાગરીકતા સંશોધન બિલ લાવીશું-શાહ

પશ્વિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીને વધુ એક મોટી સફળતા મળી છે,બિદ્ધનગરના પૂર્વ મેયર અને ટીએમસીના વિધાયક સબ્યસાચી દત્તાએ ભારતીય જનતા પાર્ટીનો હાથ ઝાલ્યો છે,ભાજપના અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં દ્ત્તા ભાજપમાં જોડાયા હતા.આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે,”પશ્વિમ બંગાળ અને આર્ટીકલ 370નો એક ખાસ સંબંધ રહ્યો છે,કારણ કે પશ્વિમ બંગાળની માટીમાં જન્મેલા અને બંગાળના પુત્ર શ્યામા પ્રસાદ મુખર્જીએ આ નાબુદ કરવા માટે ક અવાજ બુલંદ કરી હતી,તેમણે જ એક નિશાન,એક વિધાન અને એક પ્રધાનનો નારો આપ્યો છે”.

અમિત શાહે કોલકાતામાં રેલીનું સંબોધન કરતા કહ્યું કે,”હું આજે દરેક હિન્દુ,શિખ,જૈન,બોદ્ધ અને ઈસાઈ શરણાર્થીઓને વિશ્વાસ અપાવા માંગુ છું કે,ભારત છોડવા માટે કેન્દ્ર સરકાર તરફથી કોઈના પર દબાણ કરવામાં આવશે નહી,તમે કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપતા નહી,એનઆરસી પહેલા અમે નાગરીકતા સંશોધન બિલ લાવીશું, જે ખાતરી આપશે કે આ લોકોને ભારતનું નાગરિકત્વ મળે”. આ પ્રસંગે શાહે પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા હતા.

અમિત શાહે મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું કે,”મમતા કહી રહી છે કે તે, એનઆરસીને પશ્વિમ બંગાળમાં લાગુ નહી થવા દે,પરંતુ હું તમને વિશ્વાસ અપાવ છું કે,એક એક ઘૂસપેઠીયાઓને ભારતની બહારનો રસ્તો બતાવીશું,તમે જાણો છો કે જ્યારે તે વિપક્ષમાં હતી તો ડાબેરીઓ સત્તામાં હતા, તેમણે હંમેશાં આ મુદ્દો ઉઠાવ્યો હતો કે ઘુસણખોરોને ભારતથી હાંકી કાઢવા જોઈએ”,દેશના ગૃહ પ્રધાનની જવાબદારી સંભાળ્યા બાદ શાહે પહેલીવાર પશ્ચિમ બંગાળની મુલાકાત કરી હતી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code