ઈમ્યુનિટી વધારવા માટે માત્ર ઉકાળો જ નહીં, પરંતુ આ વસ્તુઓનું કરી શકો છો સેવન – રીસર્ચ
- વૈજ્ઞાનિકોએ કોરોનાને લઈને રિસર્ચ કર્યા બાદ કર્યો દાવો
- ગ્રીન ટી,દ્રાક્ષ અને ચોકલેટનું કરવું જોઈએ સેવન
- એન્ઝાઇમને રોકવામાં મદદ કરી શકે છે ગ્રીન ટી
દિલ્લી: દુનિયાભરમાં કોરોનાનો કહેર યથાવત છે. વૈજ્ઞાનિકો આ મહામારીની વેક્સીન પર જોરશોરથી કામ કરી રહ્યા છે. આ ઉપરાંત રીસર્ચ સંસ્થા મહામારીને કેવી રીતે અટકાવવી તેને લઈને પણ રીસર્ચ કરી રહી છે.
એક રીસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના સામે લડવા માટે ગ્રીન ટી, દ્રાક્ષ અને ચોકલેટનું સેવન કરવું જોઈએ. તેમાં હાજર કેમિકલ કોરોના એન્ઝાઇમને અવરોધે છે, જેના કારણે કોવિડ -19 ફેલાય છે. વૈજ્ઞાનિકોના મતે પ્રોટીઝ એન્ઝાઇમની મદદથી આ સંક્રમણ ફેલાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જો આ એન્ઝાઇમને ફેલાવાથી રોકવામાં આવે તો કોરોનાનું જોખમ ઓછું થઈ શકે છે.
અમેરિકાની નોર્થ કેરોલિના સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચર ડી-યૂ શી નું કહેવું છે કે, અમે ઝાડના છોડ પર રીસર્ચ કરી રહ્યા છીએ, જે કોરોનાનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે.
આ અધ્યયનના મુખ્ય રિસર્ચર શી નું કહેવું છે કે, એમ પ્રો એન્ઝાઇમ કોરોનામાં વધારો કરવાનું કામ કરે છે, જો આ એન્ઝાઇમની અસર ઓછી થાય તો વાયરસની અસર ઓછી થઈ જશે. તેમણે કહ્યું કે, દ્રાક્ષ,ગ્રીન ટી અને ચોકલેટમાં આવા કેમિકલ કમ્પાઉંડ જોવા મળે છે જે આ એન્ઝાઇમ પર તેમની અસર છોડી દે છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ગ્રીન ટીમાં હાજર કેમિકલની અસર એમ પ્રો એન્ઝાઇમ પર જોવા મળી છે. આ એન્ઝાઇમને રોકવામાં ગ્રીન ટી મદદ કરી શકે છે.
_Devanshi