- ભારતમાં ટૂંક સમયમાં કોરોના વેક્સીનની મળશે ભેટ
- અંતિમ તબક્કામાં વેક્સીનની ટ્રાયલ- એઇમ્સના ડિરેક્ટર
- અત્યાર સુધીમાં 70થી 80 હજાર સ્વયંસેવકો પર કરાયું પરીક્ષણ
દિલ્લી: ભારત સહિત દુનિયાભરમાં કોરોનાનો કહેર યથાવત છે. ધનિક થી લઈને ગરીબ દેશો તેની ચપેટમાં છે. આ દરમિયાન સારી વાત એ છે કે, કોરોના સામે ઘણા દેશોએ વેક્સીન બનાવવાનો દાવો કર્યો છે. વિવિધ વેક્સીન તેમની અંતિમ ટ્રાયલમાં છે અને થોડા મહિના પછી લોકોને વેક્સીન મળવાનું શરૂ પણ થઈ જશે. ભારતના લોકોને પણ ટૂંક સમયમાં કોરોના વેક્સીનની ભેટ મળી રહેવાની છે. આજે દિલ્હી AIIMSના ડાયરેક્ટર ફરી આ તરફ ધ્યાન દોર્યું છે.
દિલ્હીના ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, ભારતમાં તમામ રસીના પરીક્ષણો અંતિમ તબક્કામાં છે અને આવતા વર્ષના પ્રારંભમાં રેગ્યુલેટરી મંજૂરી મળી જવી જોઈએ, જેથી ભારતમાં ટૂંક સમયમાં વેક્સીનેશનની શરૂઆત કરી શકાય.
કોઈ પણ વેક્સીનની આડઅસર નહીં
ડો.ગુલેરિયાએ કહ્યું હતું કે, “ભારત પાસે જે પણ રસી છે, તે તમામ અંતિમ તબક્કાના ટ્રાયલમાં છે. અમને આશા છે કે, આ મહિનાના અંત સુધીમાં અથવા જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં આપણને ઈમરજન્સીના ઉપયોગ માટે ભારતીય નિયામક અધિકારીઓ પાસેથી મંજૂરી મળી જશે, જેથી લોકો વેક્સીન આપવાનું શરૂ કરી શકે. ”
તેમણે આગળ કહ્યું કે, તમામ ટ્રાયલ્સમાં સારા અને સંતોષકારક ડેટા મળી રહ્યાં છે. કોઈપણ વેક્સીનની સલામતી અને અસરકારકતા અંગે કોઈ કરાર કરવામાં આવ્યો નથી. બધી રસીઓ લોકો માટે સલામત છે અને બધાએ તેમના પ્રયોગોમાં સારા પરિણામ આપ્યા છે. અત્યાર સુધીમાં 70થી 80 હજાર સ્વયંસેવકો પર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, પરંતુ કોઈની ઉપર ગંભીર આડઅસર જોવા મળી નથી. તેમણે કહ્યું કે, આ વેક્સીન આપવામાં આવ્યા બાદ શરીરમાં સંક્રમણથી રક્ષા કરવા વાળા એન્ટિબોડી તૈયાર થવાનું શરૂ થઇ જશે. વેક્સીનેશનની પ્રકિયા સંક્રમણના કેસોમાં ઘટાડો ન થાય ત્યાર સુધી ચાલુ રહેશે.
_Devanshi