ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, સાબરકાંઠાના ચોરીવાડ ગામમાં સ્વૈચ્છીક બંધ
અમદાવાદઃ દિવાળી બાદ ગુજરાતમાં કોરોના વાયરસે માથુ ઉચક્યું છે અને પોઝિટિવ કેસમાં વધારો થયો છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ સહિતના ચાર શહેરમાં રાત્રિ કર્ફ્યુ નાખવામાં આવ્યો છે. રાજ્યના ગ્રામિણ વિસ્તારમાં કોરોના વકર્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના ચોરીવાડ ગામમાં સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉત્તર ગુજરાતમાં ચોરીવાડ ગામમાં કોરોના સંક્રમણ અટકાવવા 10 સ્વૈચ્છીક તમામ વેપાર-ધંધા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકોને જીવન જરૂરી વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે સવારે 7થી 11 સુધી જ ગામમાં દુકાનો ખુલ્લી રહેશે. સવારે 11 વાગ્યા બાદ કોઈ પણ દુકાન ખોલશે તો રૂ 1100 દંડ વસુલ કરવાનું પંચાયતે ઠરાવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા સરકારની ચિંતામાં વધારો થયો છે. તેમજ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.