શિયાળાની સવારમાં આ વસ્તુનું કરો સેવન – અનેક બિમારીઓમાં મળશે રાહત
સાહિન મુલતાની-
શિયાળીની શુરુઆત થઈ ચૂકી છે,ઠંડી પણ હવે ઘીમે ઘીમે વધતી જોવા મળી રહી છે તો બીજી બાજુ કોરોના મહામારી પણ છે તો સાથે હવે ઠંડીના કારણે શરદી,ઉધરસ જેવી નાની મોટી બિમારીઓની ફરીયાદ પણ રહેશે ત્યારે આવા સમયે આપણે આપણા શરિરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
શિયાળામાં ખાસ દરરોજ સવારે ચાલવા જવું, હળવી કસરતો કરવી સાથે સાથે ખાણી પીણીમાં બને ત્યા સુધી ઘ્યાન રાખવું જોઈએ જેથી કરીને શરીરમાં એક તાજગી રહે અને આળસને દુર કરી શકાય.
શિયાળામાંમ ફૂદીનો. મધ, તુલસી, આદુ, હરદળ વગેરેનું સેવન કરવાથી એનક નાની મોટી બિમારીઓ જેવી કે, શરદી ,ખાસી તાવ અને કફમાં રાહત મળે છે,શરિરમાં થતી કળતર પણ દુર થાય છે.
બીટનો જ્યુસ – બીટમાં હિમોગ્લોબીન પુરતા પ્રમાણમાં રહેલું હોય છે, સવારે જાગીને બીટનો જ્યૂસ પીવાથી શરીરમાં સ્ફૂર્તિ બની રહે છે.
આદુ અને મધ – આદુના રસને મધ સાથે મિક્સ કરીને તેનું સેવન કરવાથી શરદીમાં રાહત થાય છે
ફૂદીનોનો રસ – ફૂદીનાનો રસ પીવાથી અથવા તો ફૂદીનાના બે ત્રણ પાન ચાવી જવાથી શરીરમાં કફનું પ્રમાણ ઘટે છે આ સાથે જ શરદરી ખાસી માટે પણ ફૂદીનો રામબાણ ઈલાજ છે
હરદળ વાળું દુધ – રાત્રે જમ્યા બાદ અને સુતા પહેલા દુધને ગરમ કરીને તેમાં એક ચમચી હરદળ નાખીને પીવાથી શરીરમાં થતા દુખાવામાં રાહત મળે છે આ સાથે જ ખાસીમાં પણ ઘણો ફાયદો થાય છે.
લીબું અને ગરમ પાણી– શિયાળીની સવારમાં રોજ ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવાથી પેટની તકલીફ દુર થાય છે. આ સાથે જ ત્વચા પર નિખાર આવે છે, અને શરિરમાં રહેતી વધુ પડતી ચરબીનો પણ નાશ થાય છે, પરંતુ આ લીબું વાળું પાણીનું ,વન સતત કરવું પડે તો શરિરની ચરબી ઓછી થાય છે.