- દિલ્હીની આબોહવા ખરાબ થઈ
- ફરી એક વખત એક્યૂઆઈ ગંભીર શ્રેણીમાં નોંધાયો
- આજ રોજ કેટલાક વિસ્તારોમાં એક્યૂઆઈ 370 નોંધાયો
રાજધાની દિલ્હીમાં ફરી એકવાર પ્રદૂષણનું સ્તર વધતું જોવા મળ્યું છે. આજ રોજ ફરી એક વખત દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ‘ખૂબ જ નબળી’ કેટેગરીમાં પહોંચી ચૂક્યો છે. હવામાન વિભાગએ આપેલ જાણકારી પ્રમાણે ડિસેમ્બર મહિનામાં તાપમાનમાં ઘટાડો અને પવનની ગતિ ધીમી પડવાને કારણે પ્રદૂષણનું સ્તર વધુ વકરે તેવી સંભાવના છે.
સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના આંકડાઓ પ્રમાણે જો વાત કરીએ તો મંગળવારની સવારે દિલ્હીના સોનિયા વિહાર, આનંદ વિહાર, ઓખલા અને આઇટીઓ વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ખૂબ જ ખરાબ શ્રેણીમાં નોંધાયો હતો. તો બીજી તરફ શહેરનું સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 307 નોંધાયું હતું, જે ખરાબ શ્રેણીમાં કહી શકાય.
એર ક્વોલિટી ઈન્ડેક્ષ હવાનું માપ કંઈ આ રીતે સુચવે છે
ઉલ્લખએનીય છે કે, 0 અને 50 વચ્ચેની AQI ‘સારી’, ’51’ અને 100 ની વચ્ચે હોય તો સંતોષકારક’, 101 અને 200ની વચ્ચે હોય તો ‘મધ્યમ’, 201 અને 300 અંકની વચ્ચે હોય તો ‘ખરાબ’, 301 અને 400ની વચ્ચે જો નોંધાય તો ‘ખૂબ ખરાબ’ શ્રેણીમાં ગણાય છે જ્યારે 401 થી 500 ની વચ્ચે ‘ગંભીર’ માનવામાં આવે છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આગાહી કરી છે કે દિલ્હીની હવાની ગુણવત્તા જટિલ શ્રેણીમાં રહેશે.
હવામાન વિભઆગના જણાવ્યા અનુસાર હાલ હવાની ગતિ ઘીમી પડવાના કારણે વાયુ ગુણવત્તામાં સુધારાની આશા નથી, આવનારી 6 ડિસેમ્બરની આસપાસ પહાડ઼ી વિસ્તારોમાં ફરી એક વખત બર્ફ વર્ષા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે, જેના કારણે દિલ્હીની હવા ફરીથી ઠંડી બનતા તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.ઉલ્લેખનીય છે કે હાલ દિલ્હીમાં કોરોનાના કેસો પણ વધી રહ્યા છે જેને લઈને હવાની ગુણવત્તા ખરાબ નોંધાવી તે ચિંતાનો વિષય છે.
સાહીન-