- શેરબજારમાં જોવા મળી તેજી
- સેન્સેક્સ 302 પોઇન્ટના વધારા સાથે 44825 પર પહોંચ્યો
- નિફ્ટીમાં વધુ 87 પોઇન્ટના વધારા સાથે 13143 પર પહોંચ્યો
મુંબઈ: આજે સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે એટલે કે બુધવારે શેરબજાર ફરીથી લીલા નિશાન પર ખુલ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 302.01 પોઇન્ટના વધારા સાથે રેકોર્ડ 44825.03ના સ્તરે ખુલ્યો છે. તો, નેશનલ સ્ટોક એક્સચેંજ નિફ્ટીની શરૂઆત 87.80 પોઇન્ટની મજબૂતી સાથે 13143 પર શરૂ થયો છે. આ પહેલા મંગળવારે સેન્સેક્સ રેકોર્ડ ઉંચી સપાટીએ બંધ થયો હતો અને નિફ્ટીએ પહેલી વખત 13000નો આંકડો પાર કર્યો હતો.
મંગળવારે અમેરિકાના માર્કેટ ડાઉ જોન્સ ઇન્ડેક્સમાં 1.54 ટકા વધીને 454.97 પોઇન્ટના વધારા સાથે 30,046.20 પર બંધ થયો હતો. ઇન્ડેક્સ પ્રથમ વખત આ સ્તરે બંધ થયો છે. નેસ્ડેક ઇન્ડેક્સ પણ 1.31 ટકા વધીને 12,036.80 પર બંધ થયો હતો. એસએન્ડપી 500 ઇન્ડેક્સ 57.82 અંક વધીને 3,635.41 પર બંધ થયો હતો. યુરોપિયન બજારમાં પણ અદભૂત વૃદ્ધિ નોંધાઈ છે. બ્રિટનનો એફટીએસઈ ઈન્ડેક્સ 1.55 ટકા વધીને 6,432.17 પર બંધ થયો હતો. જર્મનીનો ડીએક્સ ઈન્ડેક્સ 165.47 પોઇન્ટ વધીને 13,292.40 પર હતો. ફ્રાન્સનો સીએસી ઈન્ડેક્સ પણ 1.21 ટકા વધીને 5,558.42ની સપાટીએ બંધ થયો હતો.
આજે એશિયન બજારોમાં જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 395 અંક અથવા 1.51 ટકાના વધારા સાથે 26,561 પર કારોબાર કરી રહ્યો છે. હેંગસેંગ ઈન્ડેક્સ 375 અંકના વધારા સાથે 26,963 પર કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 0.22 ટકા તૂટીને 3,395 પર કારોબાર કરી રહ્યો છે.
ગયા અઠવાડિયે બીએસઈના 30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 439.25 પોઇન્ટ અથવા 1.01 ટકા વધ્યા હતા. ઇન્ડેક્સ વર્ષ 2020 માં થયેલા સમગ્ર નુકસાનની ભરપાઈ કરી લીધી છે. તે 1 જાન્યુઆરી 2020 ના રોજ 41,306.02 પર બંધ રહ્યો હતો. જો કે વિશ્લેષકોના મતે આગળ બજારમાં ઉતાર-ચઢાવ શરૂ રહેશે. આથી રોકાણકારોએ સાવધ રહેવું જોઈએ.
જો મોટા શેરોની વાત કરીએ તો આજે એચડીએફસી બેંક,ડોક્ટર રેડ્ડી, રિલાયન્સ, ગ્રાસિમ અને પાવર ગ્રિડ ઝડપી ગતિએ શરૂઆત કરી હતી. નેસ્લે ઇન્ડિયા,એમ એન્ડ એમ,મારુતિ,ગેલ અને હિંડાલ્કોના શેર લાલ નિશાન પર ખુલ્યા છે.
જો સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે તમામ સેક્ટર્સ લીલા નિશાન પર ખુલ્યાં છે. આમાં ફાઇનાન્સ સેવાઓ,બેંકો,પ્રાઇવેટ બેન્કો,રિયલ્ટી,આઇટી,ઓટો,ફાર્મા,એફએમસીજી,પીએસયુ બેંકો,મેટલ અને મીડિયા શામેલ છે.
_Devanshi