કોરોના પરીક્ષણની કિંમત સમગ્ર દેશમાં 400 રૂપિયા હોવી જોઈએ – સુપ્રીમ કોર્ટએ કેન્દ્ર પાસે જવાબ માંગ્યો
દિલ્લી: સમગ્ર દેશમાં વધતા જતા કોરોનાના કેસો વચ્ચે સુપ્રીમ કોર્ટમાં દેશભરમાં કોરોનાની તપાસને લઈને સમગ્ર જગ્યાએ સમાન કિંમતને લઈને અરજી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવા પોતાની સહમતી દર્શાવી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી છે અને આ વખતે જવાબ માંગ્યા છે.
વકીલ અજય અગ્રવાલે કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, દેશભરમાં કોરોના માટે આરટી-પીસીઆર તપાસની કિંમત જુદી જુદી લેવામાં આવે છે.ત્યારે સમગ્ર દેશમાં કોરોનાની તપાસની કિંમત 400 રૂપિયા જ હોવી જોઈએ.
કોરોના ટેસ્ટની કિંમતમાં જો ઘટાડો કરવામાં આવશે તો કોરોનાના ટેસ્ટમાં વધારો થશે, સામાન્ય કિંમત હોવાથી લોકોને ફાયદો થશે. સુપ્રીમ કોર્ટે આ અરજીને સૂચિબદ્ધ કરી છે અને બે અઠવાડિયા પછી તેની સુનાવણી કરવા બાબતે જણાવ્યું છે.
જો કે ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાવાયરસના કેસનો આંકડો 91 લાખને પાર થઈ ગયો છે અને સૌથી વધારે મહત્વની વાત એ છે કે કોરોનાવાયરસથી લોકો ખુબ ટુંક સમયમાં સ્વસ્થ પણ થઈ રહ્યા છે. ભારતમાં હાલ કોરોનાવાયરસથી પીડિત લોકોની સંખ્યાનો આંકડો પાંચ લાખ કરતા પણ ઓછો છે. જે ક્યાંક લોકો માટે તથા સરકાર માટે રાહતભર્યા સમાચાર છે.
_Sahin