- રવિવારે ભારતી સિંહની કરવામાં આવી હતી ધરપકડ
- ભારતીસિંહના ઘરેથી મળ્યો હતો ડ્રગ્સ
- ભારતી અને હર્ષે એક રાત ન્યાયિક કસ્ટડીમાં કરી પસાર
મુંબઈ: બોલિવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં મોતના મામલામાં ડ્રગ્સનું એંગલ સામે આવ્યા બાદથી જ એનસીબી દરોડા પાડી રહી છે. એનસીબીએ અત્યાર સુધીમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સની પૂછપરછ કરી છે. હાલમાં જ અર્જુન રામપાલ એનસીબી સમક્ષ હાજર થયા હતા, તે પહેલાં તેની ગર્લફ્રેન્ડ ગ્રેબીએલા ડીમેટ્રિએડ્સની પણ પૂછપરછ કરવામાં આવી હતી. ડ્રગ્સના કેસમાં સારા અલી ખાન,દીપિકા પાદુકોણ,રકુલપ્રીત સિંહ અને શ્રદ્ધા કપૂરના નામ અત્યાર સુધીમાં સામે આવ્યા છે અને એનસીબીએ તમામના નિવેદન નોંધ્યા છે. ત્યારે હવે કોમેડી કલાકાર ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાનું પણ નામ સામેલ થઇ ગયું છે.
એનસીબીએ ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને ગાંજો લેવા અને ઘર પર ગાંજો રાખવાના આરોપમાં ધરપકડ કરી હતી. આ સિવાય કેટલીક અન્ય નશાઓની દવા પણ ભારતીના ઘરેથી મળી હોવાની વાત સામે આવી હતી.મળતી માહિતી મુજબ, ભારતી સિંહને કલ્યાણ જેલમાં શિફ્ટ કરવામાં આવી હતી,જયારે હર્ષ લિંબાચિયાને તલોજા જેલમાં લઇ જવામાં આવ્યો હતો.
જો કે, ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને ડ્રગ્સ કેસમાં કિલા કોર્ટમાંથી જામીન મળી ગયા છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ધરપકડ કર્યા બાદ રવિવારે તેને મુંબઈની કિલા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા,જ્યાં કોર્ટે ડ્રગ્સ કેસની સુનાવણી બાદ બંનેને 4 ડીસેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
શું છે સંપૂર્ણ મામલો ?
ખરેખર શનિવારના રોજ એનસીબીએ ડ્રગ્સ પેડલર્સ પાસેથી ચોક્કસ બાતમી મળ્યા બાદ ભારતી સિંહ ના અંધેરી, લોખંડવાલા અને વર્સોવા સ્થિત ધરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ એજન્સીએ ભારતી અને હર્ષ બંનેને બપોરે લગભગ ૩ વાગ્યાએ કસ્ટડીમાં લઇ ગયા હતા.લગભગ ૩ કલાક બાદ એનસીબીએ ભારતી સિંહની ધરપકડ કરવાની પુષ્ટિ કરી હતી. જયારે હર્ષની ધરપકડ કરવાની પુષ્ટિ એનસીબીએ રવિવારે કરી હતી. એજન્સીના જણાવ્યા મુજબ, આ બંનેને એનડીપીએસ એક્ટની ધારા 27 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
_Devanshi