- સુરત તંત્ર પણ કોરોનાના મામલે જાગ્યું
- કોરોના ટેસ્ટિંગમાં કરાયો વધારો
- 70 થી વધુ કોરોના ટેસ્ટિંગ કેન્દ્રો કાર્યરત
- ઘનવંતરી રથ દ્રારા પણ લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે
સુરત – : સમગ્ર દેશમાં તહેવારો બાદ કોરોનાનું સંક્રમણ વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેમાં અમદાવાદ શહેરમાં કોરોનાનો રાફળો ફાટ્યો છે, ત્યારે હવે સુરતમાં પણ કોરોનાને લઈને તંત્રમાં ફાળ પડતા તંત્ર એલર્ટ બન્યું છે, તંત્ર તમામ મોરચે હવે સતર્કતા અને તકેદારી જોળવે તે જરુરી બન્યું છે જેના પગલે સુરતમાં હવે કોરોનાના પરિક્ષણો વધારવાની કવાયત હાથ ધરાઈ છે.
વધતા કોરોનાના કેસોને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકા મારફત હવે રોજના 8 હદારથી 9 હજાર જેટલો પરિક્ષણો કરવાની કવાયત હાથ ધરાઈ છે,જે હેછળ વધુને વધુ સંક્રમિતોને ઓળખી શકાય અને કોરોનાનો વધતો વ્યાપ અટકાવી શકાય.
હાલ સુરતમાં 100 થી લઈને 150 ની અંદર કોરોનાના પોઝેટિવ કેસો નોંધાઈ રહ્યા છે, 71 ટેસ્ટિંગ કેન્દ્રો પર મોટા પ્રમાણમાં લોકોનું પરિક્ષણ થઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓ કોરોનાને પહોંચી વળવાની અનેક સતત કામગીરી કરી રહ્યા છે
આ સાથે જ સુરત બસ સ્ટોપ અને રેલ્વે સ્ટેશન પર વતા યાત્રીઓનું પર ટેસ્ટિંગ થઈ રહ્યું છે, સમગ્ર 71 જેટલા પરિક્ષણ કેન્દ્રોમાં ભીડભાળ વાળી જગ્યાઓને ખાસ ધ્યાનમાં લઈને પરિક્ષણ થઈ રહ્યા છે,
આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે સુરતની પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલોમાં કોરોનાના બેડની સંખ્યા 7 હજાર 750 જેટલી છે. જેમાંથી હાલ 7હજાર 200 જેટલા બેડ ખાલી છે અને 550 બેડ પર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, 50થી વધુ દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે, જેમાં બીજા 10 બાયપેપ અને 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
આ સાથે જ સમગ્ર સુપત શહેરમાં અનેક વિસ્તારો ગલીઓ અને માર્કેટચોમાં 80 ધનવતરી રથ ફરતા હોય છે જેના થકી કોરોનાના ટેસ્ટ હાથ ઘરવામાં આવે છે, ત્યારે હવે સુરતની સ્થિતિ અમદાવાદ જેવી ન થાય તે માટે તંત્ર જાગ્યું છે પરંતુ જનતા પણ પોતાની જવાબદારીઓ નિભઆવે તે સખ્ત જરુરી બન્યું છે.
સાહીન-