મધ્યપ્રદેશમાં ‘શિવ રાજ’ યથાવત – બીજેપીએ 19 સીટો પર જીત મેળવી
- બીજેપીએ 19 સીટો પર જીત મેળવી
- કોંગ્રેસને મળી કુલ 9 સીટ
- શિવરાજનું રાજ યથાવત રહેશે
મધ્યપ્રદેશની 28 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાય હતી, ગઈકાલે મંગળવારના રોજ ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, જેમાં બીજેપી એ 19 બેઠકો પર જીત મેળવી છે, તો બીજી તરફ કોંગ્રેસના પક્ષમાં 9 સીટ આવી છે.મધ્યપ્રદેશમાં આવેલા પરિણામથી શિવરાજસિંહ ચૌહાણ-સિંધાયાનુ રાજ યથાવત રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2018ની ચૂંટણીમાં કોંગ્રેસે 28 સીટોમાંથી 27 સીટો પર કબ્જો મેળવો હતો, ત્યારે જ્યોતિરાદિત્ય સિઁધિયાએ કમલનાથ અને દિગ્વિજય સિંહ પર નિશાન સાધ્યપ હતું, તેમણએ કહ્યું હતું કે ગદ્દાર હું નહી પરંતુ કમલનાથ અને દિગ્વિજય છે.
શિવરાજના ત્રણ મંત્રીને મળી હાર
મધ્યપ્રદેશની 28 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં શિવરાજ સરકારના 2 પૂર્વ મંત્રીઓ સહીત 14 મંત્રી મંત્રીઓ હતા. જેમાંથી 11 મંત્રીઓ જીત્યા છે, જો કે, 3 મંત્રીઓ ઇમરાતી દેવી, આંદલસિંહ કંષના અને ગિરરાજ દંડોટીયાને હાર મળી છે
સાહીન-