1. Home
  2. revoinews
  3. ટૂંક સમયમાં ડુંગળીના ભાવમાં થોડી રાહત મળી શકે છે – 15 હજાર ટન ડુંગળીની થઈ શકે છે આયાત
ટૂંક સમયમાં ડુંગળીના ભાવમાં થોડી રાહત મળી શકે છે – 15 હજાર ટન ડુંગળીની થઈ શકે છે આયાત

ટૂંક સમયમાં ડુંગળીના ભાવમાં થોડી રાહત મળી શકે છે – 15 હજાર ટન ડુંગળીની થઈ શકે છે આયાત

0
Social Share
  • ડુંગળીથી પરેશાન લોકો માટે સારા સમાચાર
  • ડુંગળીના ભાવમાં મળી શકે છે થોડી રાહત
  • 15000 ટન આયાત કરેલી ડુંગળીની આપૂર્તિ માટે આદેશ જારી

દિલ્લી: મોંઘા ભાવની ડુંગળીથી પરેશાન લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. ટૂંક સમયમાં ડુંગળીના ભાવમાં થોડી રાહત મળી શકે છે. સહકારી સંસ્થા નાફેડે શુક્રવારે 15000 ટન આયાત કરેલી ડુંગળીની આપૂર્તિ માટે આદેશ જારી કર્યા છે અને આ સંબંધમાં બોલી લગાવનારાઓને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. નાફેડે કહ્યું કે, આનાથી ઘરેલું બજારમાં ઉપલબ્ધતા વધશે અને કિમતો કાબુમાં રહેશે. નાફેડે આગળ કહ્યું કે આયાત કરેલી ડુંગળી બંદરગાહ શહેરમાંથી વહેંચવામાં આવશે. તેથી ઝડપી આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારોને પૂછવામાં આવ્યું છે કે, તેમને કેટલી માત્રામાં ડુંગળી જોઈએ છે. નાફેડની આયાતી ડુંગળીની અતિરિક આપૂર્તિ માટે નિયમિત ટેન્ડર જારી કરવાની યોજના બનાવી છે.

એક સત્તાવાર નિવેદન મુજબ, ગુરુવારે નાફેડને તુતીકોરીન અને મુંબઇમાં આપૂર્તિ માટે જારી ટેન્ડરો માટે સારો પ્રતિસાદ મળ્યો હતો. ગઈકાલે નાફેડે સફળ બોલી લાગવાનારાઓને અંતિમ રૂપ આપ્યું, જેથી બજારમાં સમય પર આપૂર્તિ થઇ શકે.

ડુંગળીની ગુણવત્તા અને કદ પર મુક્યો ભાર

નાફેડે કહ્યું કે, આ વખતે તેણે ડુંગળીની ગુણવત્તા અને કદ પર વિશેષ ભાર મૂક્યો છે. જે ભારતીય ગ્રાહકોની પસંદગી સાથે મેળ ખાય છે. ભારતમાં સામાન્ય રીતે મધ્યમ કદની ડુંગળી પસંદ કરવામાં આવે છે. જ્યારે વિદેશી ડુંગળીનું કદ 80 મીમી સુધી મોટું હોય છે. ગયા વર્ષે, એમએમટીસીએ તુર્કી અને ઇજિપ્તમાંથી સીધા પીળા,ગુલાબી અને લાલ ડુંગળીની આયાત કરી હતી,જ્યારે આ વર્ષે ટૂંકા સમયમાં સારી ગુણવત્તાની ડુંગળીની આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે ખાનગી આયાતકારોને આપૂર્તિ કરવાની ઓફર કરવામાં આવી છે

ડુંગળીના ભાવમાં થઇ રહ્યો છે ઘટાડો

નાફેડે કહ્યું કે આ દરમિયાન ડુંગળીના જથ્થાબંધ અને છૂટક ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી રવીના જુના સ્ટોક અને ખરીફના નવા સ્ટોક આવવાથી ડુંગળીના ભાવ નિયંત્રણમાં છે. નાફેડે આશા વ્યક્ત કરી હતી કે, સરકારની નીતિ હસ્તક્ષેપ અને બફર, આયાત અને નવા આગમન આપૂર્તિમાં વેગ આપશે અને ડુંગળી બજાર ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે. મંડી ભાવ મુજબ દેશના કેટલાક ભાગોમાં ડુંગળીના ભાવ પ્રતિ કિલો રૂપિયા 80-100 સુધી છે.

_Devanshi

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code