દિલ્હીમાં આજે હવાનું સ્તર ‘ખૂબ જ ખરાબ’ : શ્વાસ લેવો બન્યો મુશ્કેલ
- દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ વધ્યું
- ઘણી જગ્યાએ એક્યુઆઈ 450 ને પાર
- ઝેરી ધુમ્મસની ચાદર જોવા મળી
મુંબઈ: રાજધાની દિલ્હીમાં શ્વાસ લેવાનું મુશ્કેલ બની રહ્યું છે. અહીં હવાની ગુણવત્તા ખૂબ નબળી શ્રેણીમાં નોંધાઈ છે. દિલ્હીના અલગ – અલગ ભાગોમાં વાયુ પ્રદૂષણનું સ્તર એટલું વધી ગયું છે કે ગુરુવારે સવારે આકાશમાં ઝાકળ દેખાયું હતું. દિલ્હીના આઇટીઓ, આઈજીઆઈ એરપોર્ટ, રોહિણી, દ્વારકા અને આનંદ વિહારમાં હવાની ગુણવત્તા ખૂબ જ નબળી હોવાનું જાણવા મળ્યું છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર, દિલ્હીના ITO પર AQI 460 નોંધાયેલું છે. તો, દ્વારકામાં AQI 464, રોહિણીમાં AQI 478, અશોક વિહારમાં AQI 464, જહાંગીર પુરીમાં AQI 491 છે, જે ગંભીર શ્રેણીમાં આવે છે. આ ઉપરાંત આનંદ વિહાર ખાતે AQI 468, લોધી રોડ પર AQI 401 અને IGI એરપોર્ટ પર AQI 447 નોંધાયું છે.
નોંધનીય છે કે, 0 અને 50 વચ્ચેની એક્યુઆઈને ‘સારી’, 51 અને 100 ની વચ્ચે ‘સંતોષજનક’, 101 અને 200 ની વચ્ચે ‘મધ્યમ’, 201 અને 300 ની વચ્ચે ‘ખરાબ’, 301 અને 400 ની વચ્ચે ‘ખૂબ ખરાબ’. અને 401 થી 500 ની વચ્ચે ‘ગંભીર’ માનવામાં આવે છે.એવામાં,દિલ્હીના ઘણા સ્થળોએ,એક્યુઆઈનું સ્તર ગંભીર શ્રેણીમાં નોંધાયું છે,જે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી છે.
એટલું જ નહીં દિલ્હી તેમજ નોઈડા અને ગુરુગ્રામમાં વધતા પ્રદૂષણને કારણે હવાની ગુણવત્તા બગડી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા મુજબ, નોએડાના સેક્ટર-1 માં AQI 458,સેક્ટર -62 માં AQI 473, સેક્ટર -116 માં AQI 440 નોંધાયું છે,જે બધા ગંભીર શ્રેણીમાં આવે છે. તો,ગુરુગ્રામ સેક્ટર 51 માં AQI 469 ની નોંધણી કરવામાં આવી છે.
_Devanshi