1. Home
  2. revoinews
  3. સમુદ્ધમાં માલાબાર નૌસેનાના અભ્યાસનો આજથી આરંભ  – પ્રથમ વખત ક્વાડ દેશોનો આ અભ્યાસમાં સમાવેશ
સમુદ્ધમાં માલાબાર નૌસેનાના અભ્યાસનો આજથી આરંભ  – પ્રથમ વખત ક્વાડ દેશોનો આ અભ્યાસમાં સમાવેશ

સમુદ્ધમાં માલાબાર નૌસેનાના અભ્યાસનો આજથી આરંભ  – પ્રથમ વખત ક્વાડ દેશોનો આ અભ્યાસમાં સમાવેશ

0
Social Share
  • સમુદ્ધમાં માલાબાર નૌસેનાના અભ્યાસનો આજથી આરંભ 
  • પ્રથમ વખત ક્વાડ દેશોનો આ અભ્યાસમાં સમાવેશ
  • ક્વાડ દેશોની ચીન સામે હુંકાર
  • હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં ચીનનો પ્રભાવ ઓછા થશે

ભારત અને ચીન વચ્ચે સીવા વિવાદ વકર્યો છે, સમગ્ર વિશ્વમાં ચીન સાથેનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે હવે બંગાળની ખાડીમાં વિશાખાપટ્ટનમ દરિયાઈ તટ પર માલાબાર નૌસેનાએ પોતાનો અભ્યાસ શરુ કર્યો છે, ક્વાડ દેશો હિન્દ મહાસાગર ક્ષેત્રોમાં આજ રોજ મંગળવારથી શરુ થનાર વાર્ષિક નૌસેનાની ડિલ માલાબાર અભ્યાસમાં સામેલ થઈ રહી છે.આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે આ અભ્યાસમાં ક્વાડ દેશો ભારત. અમેરીકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા એક સાથે સામેલ થયા છે.

ભારતે ચીનને એક પડકાર આપતા સંદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે,સ્ટ્રેલિયાને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં આ કવાયતમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું, જેમાં તેઓ સહમત થયા હતા. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, માલાબાર નૌસેનાની 24 મી આવૃત્તિ  2020માં બે તબક્કામાં યોજાનાર છે.

નૌસેનાના અભ્યાસનો પ્રથમ તબક્કો બંગાળની ખાડીમાં વિશાખાપટ્ટનમ ખાતે 3-6 નવેમ્બર 2020 સુધી યોજવામાં આવ્યો છે.જેમાં ભારતીય નૌસેના, યુનાઇટેડ સ્ટેટ્સ નેવી, જાપાન મેરીટાઇમ સેલ્ફ-ડિફેન્સ ફોર્સ અને રોયલ ઓસ્ટ્રેલિયન નેવીનો સમાવેશ થાય છે.

મીડિયાના જણાવ્યા પ્રમાણે, નૌસેનાના અભ્યાસનો બીજો તબક્કો અરબસાગર નવેમ્બર 2020 ના મધ્યગાળામાં હાથ ધરવામાં આવવાનો છે. ભારત અને યુએસ નૌસેના વચ્ચે દ્વિપક્ષીય અભ્યાસના રુપમાં મલબાર શ્રેણીની વર્ષ 1992 માં શરૂઆત થઈ હતી. જાપાની નૌસેના વર્ષ 2015 માં આ  મલબારમાં સામેલ થઈ હતી. ત્યારે હવે આ 2020ની આવૃત્તિના સંયુક્ત દરિયાઇ અભ્યાસમાં ઓસ્ટ્રેલિયા ભાગીદારીનો સાક્ષી બનશે.

મલાબારના પ્રથમ તબક્કામાં ભારતીય નૌસેનાના એકમો, અમેરિકન શિપ જ્હોન એસ.મેકકેન,ઓસ્ટ્રેલિયાના એમએચ -60 હેલિકોપ્ટર સહીત અને જાપાન મેરીટાઇમ સેલ્ફ-ડિફેન્સ શિપ સહિત બૈલારાત શિપ, ઓનામી એસએચ -60 હેલિકોપ્ટર ભાગ લઈ રહ્યા છે. આ અભ્યાસના પહેલા તબક્કામાં ભારતીય નૌકાદળના નેતૃત્વ ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇસ્ટર્ન ફ્લીટ, રીઅર એડમિરલ સંજય વત્સાયન કરી રહ્યા છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code