સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનો બદલાયો નજારો- અનેક સુવિધાથી સજ્જ પર્યટક સ્થળે મુલાકાતીઓની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો
- સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનો બદલાયો નજારો
- મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે
- તાજમહેલ કરતા બમણી આવક છે આ પર્યટક સ્થળની
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મલાકાતે આવ્યા છે.જ્યા તેઓ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. પીએમ મોદી અહીં આરોગ્ય વન, આરોગ્ય કુટીરનું ઉદ્ઘાટન પણ કર્યું . આ સાથે જ પીએમ મોદીએ એકતા મોલ, ચિલ્ડ્રન્સ ન્યુટ્રિશન પાર્ક, જંગલ સફારીનું પણ ઉદઘાટન કરીને પ્રવાસીઓના આકર્ષણને વધાર્યું છે.
આ સાથે પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ અનેક યોજનાઓનો પાયો નાખનાર છે, ડેમની શોભામાં વધારો કરવા ડેમ લાઇટિંગ પણ કરવામાં આવ્યું છે જેથી સમગ્ર ડેમનો નજારો રંગીન જોવા મળે છેએ. પીએમ મોદી કેવડિયા મોબાઈલ એપ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વેબસાઇટને પણ અહીંથી લોંચ કરી છે.
182 મીટર ઉંચી સરદાર વલ્લભભાઇ પટેલની આ પ્રતિમાનું 31 ઓક્ટોબરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનાવરણ કર્યું હતુ. જેને બનવા માટે લગભગ 3000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. આ પ્રતિમા ઉપર પહોચવા માટે અંદર જ એક લિફ્ટ પણ છે, જે ગેલેરી સુધી પહોચાડે છે અને ત્યાંથી તમને ડેમનો સુંદર રમણીય નજારો જોવા મળે છે.
માત્ર એક જ વર્ષના લાખો લોકોએ લીધી મુલાકાત
ગુજરાતમાં નર્મદા નદીના કાંઠે બનાવેલ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમામાં વધુ સમય લાગ્યો નથી પરંતુ તે કમાણીની બાબતમાં તાજમહેલને વટાવી જાય છે.તાજમહેલની વાર્ષિક આવક રૂ.56 કરોડ છે, જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાર્ષિક આવક 75 કરોડ રુપિયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની સંખ્યા તાજમહેલની મુલાકાતીઓની સંખ્યા કરતા ઓછી છે. છેલ્લા એક વર્ષમાં, 27.95 લાખ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓને આકર્ષવા માટે, દેશની પ્રથમ સી પ્લેન સેવા 31 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવી હતી.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ગુજરાતના લોકો સહીત બહારતી આવતા લોકોનું ખાસ આકર્ષમનું કેન્દ્ર બન્યું છે, કુદરતી વાતાવરણની સાથો સાથે અહી ડેમનું પાણી અનેક પાર્ક, પાણીમાં સવારીની મજા પણ મળી રહે છે,શહેરથી દુર અને સુંદર વાતાવરણમાં લોકો આવવાનું ખુબ પસંદ કરતા જોવા મળે છે દિવસેને દિવસે અહીય.ા આવનારા મુલાકાતીઓની સંખ્યામાં વધારો થતો જાય છે,ત્યારે વહે ડેમમાં લાઈટિંગના કારણે આ પર્યટક સ્થળ વધુ આકર્ષિત અને સુંદર બન્યું છે.
સાહીન-