દેશમાં આજથી ‘પબજી સંપૂર્ણ’ બેન– પબજી ઈન્ડિયાએ ફેસબુક પર પોસ્ટ કરી જાણકારી
- પબજી આજથી સમગ્ર દેશમાં બેન
- બેન થયા બાદ પણ લોકો ગેમ રમી શકતા હતા હવે નહી રમી શકે
- પબજી ઈન્ડિયાએ આપી ફેસબુક પર માહિતી
પબજી મોબાઈલ અને પબજી મોબાઈલ લાઈટને વિતેલા મહિનામાં કેન્દ્ર સરકાર તરફથી દેશમાં બેન કરવામાં આવી હતી જો કે ત્યાર પછી પણ જે યૂઝર્સના ફોનમાં બપજી મોબાઈલ અને પબજી મોબાઈલ લાઈટ પહેલાથી ડાઉનલોડ હતી તેઓ સરળતાથી આ એપનો ઉપયોગ કરતા હતા,જો કે હવે આ લોકો માટે પણ આ ગેમ્સ આજથી બંધ થી ચૂકી છે.
30 ઓક્ટોબરના રોજથી બપજી મોબાઈલ અને પબજી મોબાઈલ લાઈટ કોઈ પણ સંજોગોમાં રમી શકાશે નહી,આ સમગ્ર બાબતે પબજી ઈન્ડિયાએ પોતે ફેસબુક પર પોસ્ટ કરીને માહિતી આપી છે,
પબજી આજથી બેન – ફેસબુક પર માહિતી પોસ્ટ કરવામાં આવી
પબજી મોબાઈલે પોતાના એક ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે ‘ડિયર ફ્રેન્સ, 2 સપ્ટેમ્બર 2020 ના રોજ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયના વચગાળાના આપેલા આદેશને પગલે હવે ટેન્સન્ટ ગેમ્સ 30 ઓક્ટોબર 2020 ના રોજ તેની બધી સેવાઓ ભારતમાં બંધ કરશે.
યૂઝર્સની ડેટાની સલામતી હંમેશા અમારી અગ્રતા અને પ્રાથમિક રહી છે અને અમે હંમેશા ભારતમાં લાગુ થયેલા ડેટા સુરક્ષા કાયદા અને નિયમોનું પાલન કર્યું છે. અમને અહીંયાથી જવાનું ખુબ જ દુ: ખ થાય છે. તમારો આભાર.
ઉલ્લેખનીય છે કે,ભારતમાં પબજી મોબાઈલ લાઈટ બેન થવાથી ટેન્સેટને 2.44 લાખ કરોડ રુપિયાનું અદાજે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે, ભારતમાં વર્ષ 2018મા પબ્જી લોન્ચ કરવામાં આવી હતી,ત્યારે બાદ 2020મા ચીન સાથે ચાલી રહેલા સીમા તણાવને લઈને દેશમાં ઉગ્ર વિરોધ સાથે પબ્જી બેન કરવા અંગે સરકારે આદેશ આપ્યા હતા.
સાહીન-