1. Home
  2. revoinews
  3. વિજયાદશમી પર્વ 2020: RSSના સરસંઘચાલક ડૉ.મોહન ભાગવતનું ઉદ્વબોધન, કહ્યું – આપણા રાષ્ટ્રનું ‘સ્વત્વ’ હિંદુત્વ છે
વિજયાદશમી પર્વ 2020: RSSના સરસંઘચાલક ડૉ.મોહન ભાગવતનું ઉદ્વબોધન, કહ્યું – આપણા રાષ્ટ્રનું ‘સ્વત્વ’ હિંદુત્વ છે

વિજયાદશમી પર્વ 2020: RSSના સરસંઘચાલક ડૉ.મોહન ભાગવતનું ઉદ્વબોધન, કહ્યું – આપણા રાષ્ટ્રનું ‘સ્વત્વ’ હિંદુત્વ છે

0
Social Share

નાગપુર: આજે વિજયાદશમી છે. વિજયાદશમીનું પર્વ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્થાપના દિવસ. RSSના સ્થાપના દિવસ અને વિજયાદશમી ઉત્સવ 2020 નિમિત્તે નાગપુર સ્થિત મહર્ષી વ્યાસ ઓડિટોરિયમ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજનીય સરસંઘચાલક ડૉ.મોહન ભાગવત સહિત સંઘના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિજયાદશમી ઉત્સવની ઉજવણી નિમિત્તે સંઘ પ્રમુખ મોહન ભાગવતે શસ્ત્ર પૂજન કર્યું હતું. શસ્ત્રપૂજન બાદ તેઓએ ઉદ્વબોધન આપ્યું હતું.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિવસ અને વિજયાદશમી ઉત્સવ 2020ના પ્રસંગ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજનીય સરસંઘચાલક ડૉ.મોહન ભાગવતે ઉદ્વબોધન કર્યું હતું જેમાં તેમણે કોરોનાની મહામારી દરમિયાન સમાજની પારસ્પરિક સેવા, હિંદુ સંસ્કૃતિના મૂલ્યોનું આચરણ, ચીનની વિસ્તારવાદ નીતિ, ભારતની દુશ્મન દેશો વિરુદ્વની સજાગતા, હિંદુત્વનો અર્થ, સ્વાવલંબન, કલમ 370ની નાબૂદી જેવા વિવિધ મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

વિજયાદશમી ઉત્સવ 2020 નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજનીય સરસંઘચાલક ડૉ.મોહન ભાગવતે શસ્ત્રપૂજન કર્યું હતું.

 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજનીય સરસંઘચાલક મોહન ભાગવતના સંબોધનના અંશો

સ્વાવલંબનમાં સ્વનું અવલમ્બન અભિપ્રેત છે

સ્વાવલંબનમાં સ્વનું અવલમ્બન અભિપ્રેત છે. આપણી દૃષ્ટિના આધારે આપણે આપણા ગંતવ્ય તથા પથને નિશ્વિત કરીએ છીએ. વિશ્વ જે વાતોની પાછળ પડીને વ્યર્થ રીતે દોડ લગાવી રહી છે, એ જ દોડમાં આપણે સામેલ થઇને આપણે પહેલા ક્રમાંક પર આવીએ છીએ તો તેમાં પરાક્રમ અને વિજય નિશ્વિત છે. પરંતુ સ્વનું ભાન તેમજ સહભાગ નથી. દ્રષ્ટાતરૂપે કૃષિ નીતિનું આપણે નિર્ધારણ કરીએ છીએ. તો તે નીતિથી આપણા ખેડૂતો પોતાના બીજ સ્વયં બનાવવા માટે સ્વતંત્ર હોવા જોઇએ.

આપણા રાષ્ટ્રનું સ્વત્વ હિંદુત્વ છે

સંઘ વિશે ભ્રમનું નિર્માણ ના થાય તે માટે સંઘ કેટલાક શબ્દોનો ઉપયોગ શા માટે કરે છે અથવા કેટલાક પ્રચલિત શબ્દોને ક્યાં અર્થમાં સમજે છે તે જાણવું આવશ્યક છે. હિંદુત્વ પણ એક એવો જ શબ્દ છે. જેના અર્થને પૂજા સાથે જોડીને સંકુચિત કરવામાં આવ્યો છે. સંઘની ભાષામાં તે સંકુચિત અર્થમાં તેનો પ્રયોગ નથી થતો. તે શબ્દ આપણા દેશની ઓળખ, આધ્યાત્મ આધારિત તેની પરંપરાના સનાતન સાતત્ય તથા સમસ્ત મૂલ્ય સંપદાની સાથે અભિવ્યક્તિ આપતો શબ્દ છે. એ માટે જ સંઘ માને છે કે આ શબ્દ ભારતવર્ષને પોતાનું માનનારા, તેની સંસ્કૃતિના વૈશ્વિક તેમજ સર્વકાલિક મૂલ્યોને આચરણમાં ઉતારવા માટે ઇચ્છુક લોકો અને યશસ્વી રૂપમાં આ રીતે કરીને દર્શાવનાર તેની પૂર્વજ પરંપરાનું ગૌરવ મન રાખનારા દરેક 130 કરોડ સમાજ બંધુઓ પર લાગૂ પડે છે. તે શબ્દના વિસ્મરણથી આપણે એકાત્મકતાના સૂત્રમાં પરોવીને દેશ તેમજ સમાજથી બાંધનારા બંધન ઢીલુ થાય છે. તેથી જ આ દેશ અને સમાજને તોડવા ઇચ્છતા, આપણને પારસ્પરિક લડાવવા ઇચ્છતા, આ શબ્દ જે દરેકને જોડે છે. આપણા તિરસ્કાર તેમજ ટીકા ટિપ્પણીનું પહેલું લક્ષ્ય બનાવે છે.

તેનાથી ઓછી વ્યાપતિ વાળા શબ્દો જે આપણી અલગ અલગ વિશિષ્ટ નાની ઓળખના નામ છે તથા હિંદુ આ શબ્દના અંતર્ગત પૂર્ણત: સમ્માનિત તેમજ સ્વીકાર્ય છે, સમાજને તોડનારા લોકો આ વિવિધિતાઓને અલગ રીતે પ્રસ્તુત કરવા પર જોર આપે છે. હિંદુ કોઇ પંથ કે સંપ્રદાયનું નામ નથી, કોઇ એક પ્રાંતનો પોતાનો ઉપજાવેલો શબ્દ નથી. કોઇ એક જાતિમાંથી આવેલો શબ્દ નથી, કોઇ એક ભાષાને પુરસ્કૃત કરતો શબ્દ નથી. તે આ દરેક વિશિષ્ટ ઓળખોને કાયમ સ્વીકૃત તેમજ સમ્માનિત રાખતા, ભારક ભક્તિના તથા મનુષ્યતાની સંસ્કૃતિના વિશાળ પ્રાંગણમાં દરેકને સમાવિષ્ટ કરનારા, દરેકને જોડતો શબ્દ છે. આ શબ્દ પર કોઇને આપત્તિ હોઇ શકે છે. આશય સમાન છે તો અન્ય શબ્દોના ઉપયોગ પર અમને કોઇ આપત્તિ નથી. પરંતુ આ દેશની એકાત્મકતા અને સુરક્ષાના હિતમાં, આ હિંદુ શબ્દને આગ્રહપૂર્વક અપનાવીને, તેના સ્થાનિક તેમજ વૈશ્વિક, આ દરેક અર્થોને કલ્પનામાં સમેટીને સંઘ ચાલે છે. સંઘ જ્યારે હિંદુસ્તાન હિંદુ રાષ્ટ્ર છે એ બાબતનું ઉચ્ચારણ કરે છે તો તેની પાછળ કોઇ રાજનૈતિક હિત કે સતા કેન્દ્રિત સંકલ્પના નથી હોતી. આપણા રાષ્ટ્રનું સ્વ ત્વ હિંદુત્વમાં છે. સમસ્ત રાષ્ટ્ર જીવનના સામાજીક, સાંસ્કૃતિક, એ માટે જ તેના સમસ્ત ક્રિયાકલાપોને દિગ્દર્શિત કરનારા મૂલ્યોના તેના વ્યક્તિગત, પારિવારિક, વ્યવસાયિક તેમજ સામાજીક જીવનમાં અભિવ્યક્તિનુંનું નામ હિંદુ આ શબ્દથી નિર્દિષ્ટ થાય છે. તે શબ્દની ભાવનાની પરિધિમાં આવવા કે રહેવા માટે કોઇને પોતાની પૂજા, પ્રાંત, ભાષા કે કોઇ પણ બીજી વિશેષતા છોડવાની આવશ્યકતા નથી. માત્ર પોતાનું જ વર્ચસ્વ સ્થાપિત કરવાની મહેચ્છા છોડવી પડે છે. સ્વયંના મથી અલગાવવાદી ભાવનાને સમાપ્ત કરવી પડે છે. વર્ચસ્વવાદી સપનાઓ દર્શાવીને, કટ્ટરપંથના આધાર પર, અલગાવવાદને ભડકાવનારા સ્વાર્થી તથા દ્વેષી લોકોથી બચીને રહેવું પડે છે.

નાના-નાના ઉપક્રમો દ્વારા વ્યક્તિગત જીવનમાં સદ્ભાવ, શુચિતા, સંયમ, અનુશાસન સહિત મૂલ્ય આધારિત આચરણનો વિકાસ કરી શકીએ છીએ. તેના ફળસ્વરૂપ આપણો સામૂહિક વ્યવહાર પણ નાગરિક અનુશાસનનું પાલન કરતા પારસ્પરિક સૌહાર્દને પ્રોત્સાહિત કરતો વ્યવહાર બની જાય છે.

દાયકાઓથી બંધનમાં રહ્યા બાદ બંધનના અંધકારથી મુક્ત થયેલા આપણા રાષ્ટ્રના નવોદયની પૂર્વ શરત આ સમાજની સ્વસ્થ તેમજ સંગઠિત અવસ્થા છે. તેનું જ સર્જન કરવા માટે આપણા મહાપુરુષોએ પ્રયત્ન કર્યા હતા.

સમાજમાં ચાલતા કાર્યક્રમો, ઉપક્રમ તેમજ પ્રયાસોમાં આપણા પરિવારનું યોગદાન અમારી સજાગતા તેમજ આગ્રહનો વિષય હોઇ શકે છે. પ્રત્યક્ષ સેવા જેમ કે રક્તદાન, નેત્રદાન વગેરેમાં સહભાગી થવું અથવા સમાજનું મન આ પ્રકારના સેવાકીય કાર્યોમાં અનુકુળ બનાવવું તેમાં આપણો પરિવાર યોગદાન આપી શકે છે.

પર્યાવરણનો વિષય સર્વસ્વીકૃત તેમજ સુપરિચિત હોવાથી આપણા ઘરમાં પાણીની બચત, પ્લાસ્ટિકનો ત્યાગ, વૃક્ષારોપણના કાર્યક્રમથી કૃતિની ચર્ચા સુધી સહજ પ્રેરક બની શકે છે.

સપ્તાહમાં એકવાર આપણા પરિવારના દરેક સભ્યો મળીને શ્રદ્વાપૂર્વક તેમજ ઇચ્છા અનુસાર આનંદપૂર્વક ભજન કરીએ ત્યારબાદ ભોજન કરીએ અને ત્ચારબાદ 2-3 કલાકની ચર્ચા માટે બેસીએ અને સમગ્ર પરિવારમાં આચરણનુો સંકલ્પ લઇને તેને દરેક સભ્ય લાગુ કરે તે સુનિશ્વિત કરવું આવશ્યક છે.

  • વિશ્વમાં અનેક વિષયો પર ચર્ચા થવાની હતી પરંતુ કોરોના મહામારી બાદ તેના પર ધ્યાન કેન્દ્રિત થયું
  • ગત વર્ષે વિજયાદશમી પર્વ પૂર્વે કલમ 370ને નાબૂદ કરવામાં આવી
  • વિજયાદશમી પર્વ પૂર્ણ થયા બાદ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઇને ઐતિહાસિક ચૂકાદો આવ્યો હતો
  • કોરોના મહામારી દેશમાં કઇ રીતે ફેલાશે, કેવી રીતે ફેલાશે તે માટે પ્રશાસને અનેક ઉપાયો કર્યા અને પૂર્વ તૈયારી કરી જેને કારણે દેશમાં કોરોના સંક્રમણ અંકુશમાં રહ્યું
  • કોરોનાને નાબુદ કરવા માટે વિશ્વના ખુણે ખુણે અનેક ઉપાયો કરવામાં આવ્યા
  • આ મહામારી દરમિયાન સમાજના નાગરિકોએ તેમના બંધુઓની સેવા કરી
  • કોરોના મહામારી દરમિયાન દરેક લોકોએ એકબીજાની સેવા કરી, જરૂરિયાતમંદોની સેવા કરી અને તેના કારણે પારસ્પરિક સેવાનો માહોલ જોવા મળ્યો
  • વ્યક્તિત્વ પરિચય થકી દેશની સંસ્કૃતિનો પણ લોકોને પરિચય મળ્યો
  • કોરોના મહામારી દરમિયાન સમગ્ર સમાજ એકજુટ થઇને સક્રિય થયો
  • કોરોના મહામારી દરમિયાન અનેક લોકો સેવા આપી રહ્યા છે, અનેક લોકો સેવા આપતા આપતા બલિદાન આપી રહ્યા છે
  • કોરોના મહામારી દરમિયાન સેવાકીય કાર્યો દરમિયાન બલિદાન આપનારા કોરોના વોરિયર્સને હાર્દિક શ્રદ્વાંજલિ
  • રોજગાર સર્જન કરવાની સેવાની આવશ્યકતા છે
  • સ્વયંસેવકો ઉપરાંત સમાજના અન્ય લોકોએ પણ સેવા માટે સક્રિય થવું પડશે
  • કોરોનાને મ્હાત આપવા માટે લાંબા સમય સુધી લડાઇ લડવી પડશે
  • કોરોનાથી ડરવાની નહીં પરંતુ સાવધાન અને સતર્ક રહેવાની જરૂર છે
  • આવશ્યક અને શું બિન આવશ્યક છે તે વચ્ચેના ભેદનો અરીસો સામે આવ્યો
  • લોકડાઉન દરમિયાન નદીઓ અને નાળાઓ સ્વચ્છ થયા
  • આપણે જે બિન આવશ્યક છે એનો ત્યાગ કર્યો એટલે આનંદની પ્રાપ્તિ થઇ
  • કોરોના મહામારી દરમિયાન સ્વચ્છતાનું મહત્વ સમજાયું
  • સાંસ્કૃતિ મૂલ્યોનું આચરણ કરવું એ કેટલું જરૂરી છે તે સમાજને શીખવા મળ્યું
  • કોરોના મહામારીના મારે કેટલીક સાર્થક બાબતો પ્રત્યે સમાજનું ધ્યાન દોર્યું
  • ચીને ભારત, અમેરિકા, જાપાન, તાઇવાન જેવા દેશો સાથે દુશ્મનાવટ શરૂ કરી
  • ચીનની વિસ્તારવાદી નીતિને ભારતની સેનાએ જડબાતોડ જવાબ આપ્યો
  • પાડોશી દેશો સામે ખાસ કરીને ચીન સામે ભારતે પોતાનું દરેક રીતે સામર્થ્ય સાબિત કરવું પડશે
  • ભારતનો સ્વભાવ લડાકૂ નથી પરંતુ દરેકની સાથે મિત્રતા કરવાનો છે
  • ભારતની મિત્રતાનો સ્વભાવનો એ અર્થ નથી કે ભારત દુર્બળ છે
  • ભારત સામે કોઇપણ વિષમ પરિસ્થિતિ આવશે તો ભારત દરેક રીતે સતર્ક, સજાગ અને તૈયાર છે
  • દેશની બાહ્ય સુરક્ષા ઉપરાંત આંતરિક સુરક્ષા પણ મહત્વની છે
  • હિંદુ શબ્દ એ સમાજના દરેક વર્ગ, જાત, ભાતનો જોડતો શબ્દ છે
  • સમાજને એકજુટ થવા માટે પારસ્પરિક મતમતાંતર દૂર થાય તે આવશ્યક છે
  • આપણા ઘરમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું

મહત્વનું છે કે વર્ષ 1925માં વિજયાદશમીના દિવસે જ કેશવ બલિરામ હેડગેવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી હતી. જે બાદ દર વર્ષે વિજયાદશમીના દિવસે નાગપુરમાં ધામધૂમપૂર્વક આરએસએસના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code