‘આઇવરમેક્ટિન’ દવાનો ઉપયોગ કોરોનાના દર્દીઓની સારવારમાં નહી થાય – સ્વાસ્થ્ય મંત્રાલય
- કોરોના પ્રોટોલોકલમાં આઇવરમેક્ટિનનો ઉપયોગ ન કરવા જણાવાયું
- આ દવાના ઉપયોગને સ્વાસ્થ્ય મંત્રાલયએ નથી આપી મંજુરી
- અનેક પરિક્ષણો બાદ સલામતી અને સુરક્ષાના કોઈ પુરાવા નથી મળ્યા
આરોગ્ય મંત્રાલયે કોરોનાની સારવાર માટે રાષ્ટ્રીય ચિકિત્સક મેનેજમેન્ટ પ્રોટોકોલમાં આઇવરમેક્ટિનનો સમાવેશ ન કરવાનો નિર્ણય લીધો છે. મંત્રાલયનું આ અંગે કહેવું છે કે, વાયરસથી સંક્મિત દર્દીઓની સારવાર માટે આ દવાનો ઉપયોગ નહી કરવામાં આવે,કારણ કે તે એક એન્ટિ પરોપજીવી દવા છે.
ગુરુવારે મળેલી બેઠકમાં લેવાયો આ નિર્ણય
ગુરુવારના રોજ આરોગ્ય મંત્રાલયનો આ નિર્ણય ત્યારે આવ્યો જ્યારે કોવિડ -19 માટે કેન્દ્ર સરકારની સેન્ટ્રલ ટાસ્ક ફોર્સ અને આરોગ્ય મંત્રાલયના કોમન મોનિટરિંગ ગ્રૂપે ગુરુવારના રોજ એક ખાસ બેઠક યોજી હતી. આ બેઠકમાં એન્ટી પરોપજીવી દવા કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવી જોઈએ કે નહીં તે અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.
આ દવાના ઉપયોગ ટાળવા બાબતે એક સરકારી અધિકારીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશ સહિતના ઘણા રાજ્યોમાં આ દવાનો ઉપયોગ સારવાર માટે કરવામાં આવી રહ્યો છે. જો કે આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, આઈવરક્ટીનનો ઉપયોગ કોરોનાની સારવાર માટે કરવામાં આવશે નહીં. વિશ્વભરમાં થઈ રહેલા પરિક્ષણો પછી આ દવા સલામત અને અસરકારક હોવાનો કોઈ ઠોસ પુરાવા મળ્યાં નથી.
કોરોના સામે લડત આપવા આરોગ્ય મંત્રાલયે ઘણી દવાઓનો કોરોનાના દર્દીઓ માટે ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે, જોકે તેમાં કેટલીક શરતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે પહેલાથી જ રેમડેસિવિર દવાના ઉપયોગને મંજૂરી આપી દીધી હતી. જો કે, આ દવાનો ઉપયોગ ફક્ત ગંભીર દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે.
સાહીન-