- ભારતના કટ્ટર દુશ્મન ગણાતા ચીનનું ભારતમાં જાસૂસી કાંડ
- PMO કાર્યાલય, દલાઇ લામા, ભારતના સુરક્ષા ઉપકરણો ચીની જાસૂસોના નિશાના પર
- ચીનના આ જાસૂસી નેટવર્કમાં કોલકાતાની એક પ્રભાવશાળી મહિલાની પણ સંડોવણી
નવી દિલ્હી: ભારતનું કટ્ટર દુશ્મન ચીન તેના ચાલાકીપણા અને ભારત વિરુદ્વ કાવતરા ઘડવા માટે કુખ્યાત છે ત્યારે ભારતમાં ચીની જાસૂસી કાંડની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. સૂત્રોનુસાર વડાપ્રધાન કાર્યાલય, દલાઇ લામા તેમજ ભારતમાં લગાવેલા સુરક્ષા ઉપકરણો પણ ચીની જાસૂસોના નિશાના પર હતા. પકડી પાડવામાં આવેલા ચીની જાસૂસી કાંડમાં ખુલાસો થયો છે કે ભારતીય મંત્રાલયમાં કામ કરતાં ઉચ્ચ અધિકારીઓ તેમજ બ્યૂરોક્રેટ્સની જાણકારી પણ મેળવવામાં આવી રહી હતી.
જાસૂસી કાંડની પૂછપરછ દરમિયાન ચીની જાસૂસ ક્વિંગ શીને કહ્યું હતું કે, ચીને ભારતમાં પોતાની જાસૂસી ટીમને PMO સહિત મોટી ઓફિસોની અંદર જાણકારી આપવા માટે કહ્યું હતું. જેમ કે ઓફિસમાં ક્યો વ્યક્તિ મહત્વપૂર્ણ છે, ક્યાં પદ પર છે અને કેટલો વગદાર છે.
રેકેટમાં કોની હતી સંડોવણી
ચીનના આ જાસૂસી નેટવર્કમાં સંડોવણી અંગે પણ મોટો ખુલાસો થયો હતો. ચીનના આ જાસૂસી નેટવર્કમાં મહાબોધી મંદિરના એક પ્રમુખ, બૌદ્વ ભિક્ષુ અને કોલકાતાની એક પ્રભાવશાળી મહિલા પણ સામેલ હોવાની વાત સામે આવી રહી છે. એવું કહેવામાં આ રહ્યું છે કે, બંને વચ્ચે સિક્રેટ ડોક્યુમેન્ટની આપ લે થતી હતી. જે બાદ ક્વિંદ તેને ટ્રાન્સલેટ કરીને ચીન મોકલતો હતો.
ચીની જાસૂસની પૂછપરછમાં અમુક દસ્તાવેજો લાગ્યા છે. જે મુજબ PMOમાં સામેલ અધિકારી અને દલાઇ લામાની દરેક ગતિવિધિઓ જાણકારી લેવામાં આવી રહી હતી.
જાણો શું છે ચીની જાસૂસી કાંડ?
ઓગસ્ટ મહિનામાં ચીની નાગરિક ચાર્લી પેંગ ઉર્ફે લુઓ સાંગની ધરપકડ બાદ જાસૂસી નેટવર્કનો ખુલાસો થયો હતો. આ બાદથી જ તપાસ એજન્સીઓ ચીની જાસૂસી નેટવર્કનો પતો લગાવી રહી હતી. દિલ્હીમાં આયકર વિભાગની રેડ દરમિયાન ચીની જાસૂસી રેકેટનો પર્દાફાશ થયો હતો.
(સંકેત)