- અમેરિકાનાં 14 રાજ્યોમાં કોરોરના વકર્યો
- ડોક્ટરે માનસિક રીતે સ્વસ્થ રેહવાની સલાહ આપી
- રોજના કેસોમાં વધારો નોંધાયો
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વર્તાય રહી છે, જ્યારે વિશ્વની મહાસત્તા અમેરિકામાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે, સોમવારના રોજ અહીં 58 હજારથી કેસ સામે આવ્યા હતા. જે ઑગસ્ટ પછીનો મોટો આંકડો છે,૨૨ જુલાઇ નાં રોજ 67,200 સંક્રમિત કેસો મળી આવ્યા હતા,જે એક દિવસમાં સૌથી વધુ છે. જો કે, 12 સપ્ટેમ્બરથી, સરેરાશ દૈનિક નવા કેસોમાં 70 ટકાનો વધારો થયો છે.
યુનાઇટેડ સ્ટેટ્સ દરરોજ આવતા નવા કોરોના કેસોને અટકાવવા માટે સતત કાર્યરત છે. ખાસ કરીને મિડવેસ્ટ, ગ્રેટ પ્લેઇન્સ અને પશ્ચિમના ભાગોમાં કેસ સતત વધી જ રહ્યા છે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં વીતેલા અઠવાડિયે તો કોવિડ -૧૯નાં કેસો મેરિકાના 14 રાજ્યોમાં સતત વધેલા જોવા મળ્યા છે.
ડો. ફ્રાન્સિસ કોલિન્સનું આ અંગે કહેવું છે કે, આ બીમારીની સૌથી મોટી સમસ્યા એ છે કે લોકોને ખબર નથી હોતી કે તે ક્યારે ફેલાય છે અને તેમાંથી એક પછી બીજાને ચેપ લાગે છે.તેનાથી બચવા માટે, આપણે ફક્ત માસ્ક પહેરી શકીએ છીએ, સામાજિક અંતર રાખી શકીએ અને છ ફૂટનું શારીરિક અનુસરી શકીએ છીએ. તેમણે કહ્યું કે વાયરસથી આપને થકી ચૂક્યા છે પરંતુ વાયરસ આપણથી થાક્યો નથી.
છે.સીડીસીના રિપોર્ટમાં જાણવા મળતી માહિતી પ્રમાણે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અમેરિકામાં લાખથી વધુ લોકોનાં મોત થયાં છે.આમાંથી લગભગ બે તૃતીયાંશ કોરોના વાયરસ માટે જવાબદાર છે.મૃતકોની સંખ્યામાં 25-44 વર્ષના લોકોની વધુ છે
માનસિક સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવા ડોક્ટરે
આ બાબતે ડોકટર હોટેજ કહે છે કે,જેમ જેમ કોરોના વાયરસની સમસ્યા વધુ ગંભીર બની રહી છે તેમ અમેરિકન લોકોએ તેમના માનસિક સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવું જોઈએ. વધુ એકલા રહેવાનાં પ્રયત્નો ન કરવા જોઈએ, કારણ કે એકલા રહીને લોકો તેના વિશે વધુ વિચારતા હોય છે અને આ તેમની માનસિક સ્થિતિ પર ખરાબ અસર કરે છે.
સાહીન-