કોરોનાની સારવાર માટે પ્લાઝમા થેરપી બિન અસરકારક હોવાથી હેલ્થ પ્રોટોકોલમાંથી હટાવાશે: ICMR
- કોરોનાની સારવાર માટે પ્લાઝમા થેરપી બિનઅસરકારક સાબિત થઇ છે
- તેથી તેને હેલ્થ ક્લિનિકલ પ્રોટોકોલમાંથી હટાવવા ICMR કરી રહ્યું છે વિચાર
- મૃત્યુદર ઘટાડવા માટે પ્લાઝમા થેરપી બિન અસરકારક છે: ICMR
નવી દિલ્હી: કોરોનાની સારવાર માટે પ્લાઝમા થેરપી બિન અસરકારક સાબિત થઇ છે અને નિષ્ફળ નિવડી છે ત્યારે હવે પ્લાઝમા થેરેપીને હેલ્થ ક્લિનિકલ પ્રોટોકોલમાંથી હટાવવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ વિચારણા કરી રહી છે. ICMRએ અનેક અભ્યાસો પૂર્વે કહ્યું છે કે મૃત્યુદર ઘટાડવા માટે પ્લાઝમા થેરેપી બિન અસરકારક છે. ICMR અગાઉ પણ પ્લાઝમા થેરેપી સામે સવાલો ઉઠાવી ચૂક્યું છે.
IMCRએ વધુમાં કહ્યું હતું કે કોરોનાની સારવારમાં પ્લાઝમા થેરેપીની જગ્યાએ હવે એન્ટિસેરાનો વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકાય છે. તેને દાવો કર્યો છે કે કોરોનાની સારવાર માટે પ્રાણીઓના લોહી સીરમનો ઉપયોગ કરીને હાઇલી પ્યોરિફાઇડ એન્ટિસેરા વિકસાવ્યા છે. ICMRએ વૈજ્ઞાનિક ડૉ. લોકેશ શર્માએ કહ્યું કે એન્ટિસેરા પ્રાણીઓમાંથી બ્લડ સીરમ છે. જેમાં વિશેષ એન્ટિજન વિરુદ્વ એન્ટિબોડી હોય છે.
નોંધનીય છે કે, અગાઉ ICMRએ N 95 માસ્કને પણ કોરોના સામે લડવા માટે બિનકાર્યક્ષમ ગણાવ્યા હતા. બીજી તરફ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ કોરોના વાયરસની સારવાર માટે રેમડેસિવીર દવાને બિનઅસરકારક ગણાવી હતી.
(સંકેત)