1. Home
  2. revoinews
  3. રાજધાની દિલ્લીમાં હવા ગુણવત્તા ફરી ખરાબ થતા સ્થિતિ ગંભીર
રાજધાની દિલ્લીમાં હવા ગુણવત્તા ફરી ખરાબ થતા સ્થિતિ ગંભીર

રાજધાની દિલ્લીમાં હવા ગુણવત્તા ફરી ખરાબ થતા સ્થિતિ ગંભીર

0
Social Share
  • ખરાબ વાતાવરણમાં લપેટાતું દિલ્લી
  • AQI પ્રમાણે દિલ્લીની હવા સૌથી વધુ પ્રદુષિત

દિલ્હી: રાજધાની દિલ્લીમાં ફરી આજે સવારે હવાની ગુણવત્તા ખરાબ નોંધાઇ હતી, જેના કારણે દિલ્હી સરકારની ચિંતામાં ફરી વધારો જોવા મળી રહ્યો છે, હવામાન વિભાગએ જણાવ્યા પ્રમાણે પવનની દિશા બદલવાની અને ઝડપ ઘટવાથી આવનારા દિવસોમાં હવાની ગુણવત્તા હજુ વધુ પ્રદુષિત થઈ શકે છે.

જેના કારણે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ખુબજ ખરાબ સ્થિતિમાં આવી શકે છે, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયનાં વાયુ ગુણવત્તા પર નજર રાખતા ઓફિસરે જણાવ્યું હતું કે, પવનની દિશા બદલાવાથી અને પવનની ગતિ ધીમી પડવાથી દિલ્હીની હવા આવનારા દિવસોમાં વધુ પ્રદુષિત થઇ શકે છે જેથી એકયુઆઈ ખરાબ શ્રેણીમાં નોંધાઈ શકે છે.

દિલ્હીમાં એક્યુઆઈ 24 કલાકની અંદર સરેરાશ 244 નોંધાયો હતો, આ પહેલા રવિવારે 254, શનિવારે 287, શુક્રવારે 239 અને ગુરુવારે 315 નોંધાયો હતો. 12 ફેબ્રુઆરી પછીનો સૌથી ખરાબ આઇક્યુઆઈ છે.

કઈ રીતે માપવામાં આવે છે આઇક્યુઆઈ

0 થી 50 વચ્ચે ‘સારી’
51 થી 100 ‘સંતોષકારક’
101 થી 200 ‘મધ્યમ’
201 થી 300 ‘ખરાબ’
301 થી 400 ‘ખૂબ નબળી’
401 થી 500 ની વચ્ચે હવાની ગુણવત્તા ખુબજ ગંભીર માનવામાં આવે છે.

પર્યાવરણીય પ્રદૂષણ નિયંત્રણ ઓથોરિટી (ઇપીસીએ) એ આવનારા દિવસોમાં હવા વધુ બગડવાની આગાહી કરી છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશ અને હરિયાણાની સરકારોને આવા થર્મલ પાવર પ્લાન્ટ્સને બંધ કરવા તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે, જે 2015માં નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરતા નથી. ઓથોરિટીના પ્રમુખ ભુરેલાલે બંને રાજ્યોની સરકારોને થર્મલ પાવર પ્લાન્ટ બંધ કરવાની તૈયારીની સમીક્ષા કરવા અને જાણ કરવા જણાવ્યું હતું.

_Sahin

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code