આજથી ‘તેજસ એક્સપ્રેસ’ ટ્રેન સેવાનો ઘણા લાંબા સમયબાદ ફરીથી આરંભ
- દશેરા અને દિવાળી માટે 5 ખાસ ટ્રેન દોડાવશે
- મુંબઈ-અમદાવાદ તેજસનો આજથી 7 મહિના બાદ ફરીઆરંભ
- તહેવારોના કારણે યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં લઈને લેવાયો નિર્ણય
- આજથી તેજસ રેલ્વે પાટા પર દોડતી થઈ
સમગ્ર દેશમાં માર્ચ મહિનામાં લોકડાઉન લાગુ થયા વખતે અનેક ટ્રેન .બસ તેમજ ર સુવિધાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો ,જો કે ઘીમે ઘીમે અનેક સેવાઓમાં છૂટછાટ આપવામાં આવી હતી ત્યારે રેલ્વે વિભાગે પણ કોરોનાના કારણે ટ્રેન સંચાલન બંઘ રાખ્યું હતું જો કે પરિસ્થિતિ સામાન્ય થતા ઘીમે ઘીમે ટ્રેન વ્યવહાર થરુ થતા જોવા મળી રહ્યો છે,ત્યારે આજે તેજસ એક્સપ્રેસ પમ ફરીથી યાત્રીઓ માટે શરુ કરવામાં આવી છે.
છેલ્લા 7 મહિનાના સમયગાળા બાદ આજે તેજસ એક્સપ્રેસને પાટા પર દોડાવવામાં આવી છે. તેજસ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી બપોરના 3 વાગ્યેને 35 મિનિટે ઉપડશે તો રાતે 9 વાગ્ય.ને 55 મિનિટે અમદાવાદ કાલુપુર સ્ટેળને આવી પહોંચશે
તેજસ ટ્રેનમાં યાત્રીઓ ને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવશે. તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન ફરજીયાત કરવાનું રહેશે .તેજસ ટ્રેનમાં કોરોના પ્રોટેક્શન કીટ મુસાફરોને અપવમાં આવશે. જેમાં માસ્ક, મોજા, સેનીટાઈઝર સહિતની જરૂરી વસ્તુઓ હશે.આ સાથે જ મુસાફરોએ ફરજીયાત આરોગ્ય સેતુ એપ પોતાના મોબાઈલમાં રાખવી પડશે,
સાહીન-