- ભારતના લોકોના આયુષ્ય અંગે એક મેડિકલ જર્નલ દ્વારા કરાયું સંશોધન
- ભારતમાં લોકોનું સરેરાશ આયુષ્ય 59.6 વર્ષથી વધીને 70.8 થયું
- સૌથી વધારે 77.3 વર્ષનું સરેરાશ આયુષ્ય કેરળના લોકોનું
ભારતમાં હવે લોકોનું આયુષ્ય વધ્યું છે. વર્ષ 1990 બાદ દેશના લોકોના સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે. લોકોનું સરેરાશ આયુષ્ય હવે 59.6 વર્ષથી વધીને 70.8 વર્ષ પર પહોંચ્યું છે. જો કે તેમાં અસમાનતા પણ પ્રવર્તે છે.
એક મેડિકલ જર્નલમાં પ્રકાશિત સંશોધન પ્રમાણે મોત પાછળના 286 કારણો, 369 બીમારીઓ અને ઇજા થવાના 204 કારણો પર વૈશ્વિક સર્વે કરવામાં આવ્યો છે. જે પ્રમાણે ભારતમાં લોકોનં આયુષ્ય વધ્યું છે. રાજ્યોની વાત કરવામાં આવે તો સૌથી વધારે 77.3 વર્ષનું સરેરાશ આયુષ્ય કેરળના લોકોનું અને 66.9 વર્ષનું આયુષ્ય ઉત્તરપ્રદેશના લોકોનું છે.
આપણે જણાવી દઇએ કે ભારતમાં હાલમાં કેન્સરના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જ્યારે રસીકરણના કારણે કેટલાક ચેપી રોગો પર કાબૂ મેળવી શકાયો છે. ભારતમાં પ્રદૂષણના કારણે 1.67 મિલિયન મૃત્યુ, હાઇ બીપીથી 1.47 મિલિયન, તમ્બાકુના સેવનથી 1.23 મિલિયન, ખરાબ ભોજનના કારણે 1.18 મિલિયન અને ડાયાબિટિસથી 1.12 મિલિયન મોત થયા છે.
જો કે સંશોધકોનો એક મત એવો પણ છે કે ભારતમાં સ્વસ્થ આયુષ્યમાં એટલો વધારો નથી થયો. લોકોનું આયુષ્ય વધ્યું છે પરંતી બીમારીઓ અને વિકલાંગતાની સાથે વધ્યું છે. મેદસ્વીતા, હાઇ બીપી અને પ્રદૂષણના કારણે લોકોના સ્વાસ્થ્યને સૌથી વધુ નુકસાન થયું છે.
(સંકેત)