- યોગગુરુ બાબા રામદેવને ગજરાજ પર કરેલા યોગ ભારે પડ્યા
- આગ્રાના પાંચ વકીલોએ બાબા રામદેવ વિરુદ્વ નોટિસ ફટકારી
- ક્રૂએલ્ટી ઓન એનિમલ્સ પ્રિવેન્શન કાયદાના ભંગ હેઠળ ફટાકરી નોટિસ
આગ્રા: યોગગુરુ બાબા રામદેવે હાથી પર બેસીને કરેલો ગજ યોગ બાબ રામદેવને જ ભારે પડ્યો છે. યોગગુરુ બાબા મુશ્કેલીમાં ફસાયા છે. મથુરાના રમણ રેવતી આશ્રમમાં સાધુ-સંતોને યોગ શીખવવા બાબા હાથી પર બેસીને યોગ કરતા હતા અને આ એક ગુનો હોવાનું ગણાવીને આગ્રાના પાંચ વકીલોએ એમને કાનૂની નોટિસ ફટકારી છે.
થોડાક દિવસ પહેલા ગજરાજ પર યોગ કરતા બાબા રામદેવનો 22 સેકન્ડનો વીડિયો સોશિયલમ મીડિયા પર વાયરલ થયો હતો. જો કે આ વીડિયો જોઇને કેટલાક વકીલો નારાજ થયા હતા. આ પાંચ વકીલો નરેન્દ્ર શર્મા, રાજવીર સિંઘ, ગગન શર્મા, એસપી ભારદ્વાજ અને રાખી ચૌહાણે બાબા રામદેવને અને હાથી રેસ્ક્યૂ સેન્ટરના સંચાલકને નોટિસ ફટકારી હતી. તે ઉપરાંત જો આ નોટિસનો સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે તો દરેકની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી ચેતવણી પણ અપાઇ છે.
વકીલોએ નોટિસ ફટકારતા એવો આક્ષેપ કર્યો હતો કે બાબ રામદેવે હાથી પર બેસીને આસન કર્યા હતા જે પશુ ક્રૂરતા (ક્રૂએલ્ટી ઓન એનિમલ્સ પ્રિવેન્શન) કાયદાનો ભંગ છે. તેથી તમારી સામે શા માટે કાયદેસરના પગલાં ના લેવા એવો સવાલ પણ આ નોટિસમાં કરવામાં આવ્યો છે.
આ વકીલોએ ચુરમુરા સ્થિત હાથી રેસ્ક્યુ સેન્ટરના સંચાલકને પણ નોટિસ મોકલી હતી કે વર્લ્ડ વાઇલ્ડલાઇફ સંવર્ધન કાયદા હેઠળ તમારી સામે પગલાં કેમ ન લેવાં એ જણાવો. આ રીતે કોઇ મૂગા જીવનું જાહેર પ્રદર્શન કરી શકાય નહીં. હાથી પર યોગનાં આસનો કરાવીને તમે એનો વ્યાવસાયિક ઉપયોગ કર્યો છે.
જો કે અહીંયા એ યાદ રહે કે બાબા હાથી પર બેસીને યોગનાં આસનો કરતા હતા ત્યારે ગજરાજ થોડા હલ્યા હતા જેને કારણે બાબા રામદેવનું સંતુલન બગડતા તેઓ હાથી પરથી ગબડી પડ્યા હતા. જો કે તેમને કોઇ ઇજા પહોંચી નહોતી.
(સંકેત)