1. Home
  2. revoinews
  3. કારગીલને કાશ્મીરથી જોડનારી ઝોજિલા ટનલનું કાર્ય આજથી શરુ – કેન્દ્રીય મંત્રી ગડકરીએ સુરંગ માટે પ્રથમ બ્લાસ્ટ કરી કાર્યની શુભ શરુઆત કરાવી
કારગીલને કાશ્મીરથી જોડનારી ઝોજિલા ટનલનું કાર્ય આજથી શરુ – કેન્દ્રીય મંત્રી ગડકરીએ સુરંગ માટે પ્રથમ બ્લાસ્ટ કરી કાર્યની શુભ શરુઆત કરાવી

કારગીલને કાશ્મીરથી જોડનારી ઝોજિલા ટનલનું કાર્ય આજથી શરુ – કેન્દ્રીય મંત્રી ગડકરીએ સુરંગ માટે પ્રથમ બ્લાસ્ટ કરી કાર્યની શુભ શરુઆત કરાવી

0
Social Share
  • અશિયાની સૌથી મોટી ટનલ ઝોજિલાનું નિર્માણ કાર્ય આરંભાયું
  • મંત્રીન નીતિન ગડકરીએ કર્યું  કાર્યનું ઉદ્ધાટન

લદ્દાખના કારગિલ વિસ્તારને કાશ્મીર ખીણ સાથે જોડતા ઝોજિલા ટનલનું નિર્માણ આજથી શરૂ થઈ ચૂક્યું છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરએ પ્રથમ બ્લાસ્ટ માટે બટન દબાવીને દ્વારા ટનલનું નિર્માણ કાર્યનો શુભઆરંભ કરાવ્યો હતો.

એશિયાની સૌથી મોટી આ ટનલની લંબાઈ 14.15 કિમી છે અને તે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. આ ટનલને એશિયામાં સૌથી લાંબી ટુ-ટનલ ગણવામાં આવી રહી છે. ટનલનું સમગ્ર નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગર અને લદ્દાખની રાજધાની લેહ વચ્ચે મુસાફરી સમગ્ર વર્ષ દરમિયાન શક્ય બનશે અને બંને વચ્ચેની મુસાફરીમાં 3 કલાક સમય ઘટી જશે, આ વિશ્વના જોખમી વિસ્તારોમાંથી એક છે આ વિસ્તાર

આ વિસ્તાર અને ટનલની કેટલીક ખાસ જાણવા જેવી વાતો

તાજેતરની જો વાત કરીએ તો 11 હજાર 578 ફૂટની ઊંચાઈએ  નવેમ્બર મહિનાથી લઈને એપ્રિલ મહિના સુધીના 6 મહિના દરમિયાન થતી બરફ વર્ષાને કારણે નેશનલ હાઈવે નંબર 1 શ્રીનગર-કારગિલ-લેહ વચ્ચેનો માર્ગ બંઘ રહે છે.

આ ટનલ 14.15 કિલોમીટર લાંબી હશે.

આ સાથે જ 18.63 કિલોમીટર લાંબો એપ્રોચ રોડ પણ બાંધવામાં આવશે.એ રીતે આખા પ્રોજેક્ટમાં કુલ 32.78 કિલો મીટરનો રસ્તો બનશે.

આ પ્રોજેક્ટ દ્રાસ અને કારગિલ ક્ષેત્રો દ્વારા ભૌગોલિક-વ્યૂહાત્મક સ્થાનને કારણે પણ ખૂબ સંવેદનશીલ ગણવામાં આવી રહી છે.

આ ટનલ બનતાની સાથે આ રાજ્યઘોરી માર્ગ સમગ્ર વર્ષ દરમિયાન કાર્યરત બનશે

જમ્મુ-કાશ્મીરનું સર્વાંગી આર્થિક અને સામાજિક-સાંસ્કૃતિક એકીકરણ થશે.

ઝોજિલા ટનલ સેન્ય ગતિવિધિ માટે પણ ખાસ ગણાશે

મંત્રાલયે કહ્યું કે આ ટનલનું કાર્ય પૂર્ણ થયા બાદ આધુનિક ભારતના ઇતિહાસમાં એક ઐતિહાસિક ઉપલબ્ધિ સાબિત થશે. તે દેશની રક્ષા કરવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવશે. ખાસ કરીને લદ્દાખ, ગિલગિત અને બાલ્ટિસ્ટાન પ્રદેશોમાં, તે આપણી સરહદો પર ચાલી રહેલી ભારે સૈન્ય પ્રવૃત્તિઓ માટે ખૂબ મહત્વનો ભાગ ભજવશે.

પીએમ મોદીએ વર્ષ 2018મા આ ટનલનો પાયો નાખ્યો હતો

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ  એ વર્ષ 2018 માં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને તેના નિર્માણની જવાબદારી આઈએલ એન્ડ એફએસને સોંપવામાં આવી હતી. પરંતુ આ કંપની નાણાકીય કટોકટીમાં ફસાયેલી અને નાદારી જાહેર કરતાં આ કરાર 15 જાન્યુઆરી, 2019 ના રોજ રદ કરવામાં આવ્યો હતો.

આ વર્ષે દરમિયાન ફેબ્રુઆરી મહિનામાં કેન્દ્રીય મંત્રી ગડકરીએ આ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી અને બન્ને રસ્તાઓ એક જ ટનલમાં બનાવવાનું નક્કી કરાયું હતું. જેના કારણે, કુલ ખર્ચ 10,643 કરોડ રૂપિયા થતો હતો ત્યાર બાદ 4509,5 કરોડનું ટેન્ડર સબમિટ કરનાર મેઘા એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તેના નિર્માણ કાર્યની જવાબદારી સોંપવામાં આવી હતી. હવે આ પ્રોજેક્ટની કુલ કિંમત 6808.63 કરોડ રૂપિયા થઈ ચૂકી છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code