- સ્વાસ્થ્ય મંત્રાલયનું નવું પ્રોટોકોલ
- કોરોનાના શરુઆતી તબક્કામાં આ દવાઓનો ઉપયોગ કરી શકાશે
- ટોસીલીઝુમૈબ, રેમડેસિરિવ અને પ્લાઝ્મા થેરપીનો ઉપયોગ આ પ્રોટોકોલમાં સામેલ
કોરોનાના વધતા કહેર વચ્ચે કેન્દ્રીય સ્વાલસ્થ્ય મંત્રાલય સારવારના પ્રોટોકોલમાં સંશોધન કર્યું છે, કોરોના વાયરસના શોધેલા ત્રણ પ્રકાર જેવા કે, સામાન્ય, મધ્યમ અને ગંભીર પ્રકારો બાદ હવે તેના માટે માર્કેટમાં અનેક દવાઓ ઉપલ્બ્ધ કરાવામાં આવી છે.
કોવિડ-19 ક્લિનિકલ પ્રોટોકોલ મેનેજમેન્ટ
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સતત આવશ્યક સમિક્ષાઓ કરવામાં આવી રહી છે, શનિવારના રોજ કોવિડ 19 માટે ક્લિનિકલ પ્રોટોકોલ મેનેજમેન્ટની સમિક્ષા કરતા કોરોના મહામારીની સારવારને લઈને અનેક પ્રોટોકોલ પણ રજુ કરવામાં આવી રહ્યા છે, ત્યારે હવે મંત્રાલય દ્રારા કોરોના ઈમરજન્સીમાં લેવામાં આવતી દવાઓ જેવી કે,ટોસીલીઝુમૈબ, રેમડેસિરિવ અને પ્લાઝ્મા થેરપીનો ઉપયોગ આ પ્રોટોકોલમાં સામેલ કર્યો છે,
સુધારેલા આ પ્રોટોકોલમાં જણાવવામાં આવ્યું છે કે, તેનો ઉપયોગ રોગના પ્રારંભિક તબક્કામાં અન્ય એન્ટિવાયરલ દવાઓની જેમ થવો જોઈએ. જેના સાર્થક પરિણામ સંભવ છે. કોરોના પ્રારંભિક તબક્કમાં આ દવાઓના ઉપયોગથી દર્દીઓને રાહત મળી રહેશે. તે જ સમયે, ગંભીર રીતે કોરોનાના બીમાર દર્દીઓ માટે આ દવાઓ લેવી ટાળવી યોગ્ય રહેશે.
કઈ દવાઓનો કોણ ઉપયોગ કરી શકે -જાણો
આરોગ્ય મંત્રાલયે નવા પ્રોટોકોલ હેઠળ કોવિડના ગંભીર સ્થિતિમાં દર્દીઓને આઇસીયુની જરૂર હોય તેવા દર્દીને એઝિથ્રોમાઈસીન સાથે હાઇડ્રોક્સીક્લોરોક્વિનનો ઉપયોગ કરવાની પહેલા ભલામણ કરી હતી, જેને નાબૂદ કરી દેવામાં આવી છે.
મધ્યસ્થ સ્તરના કોરોના સંક્રમિત દર્દીઓ કે જેઓને ઓક્સિજનની જરૂર હોય તે માટે કટોકટીની પરિસ્થિતિમાં રિમેડિસિવિરનો ઉપયોગ કરી શકાય છે. તેનો ઉપયોગ એવા દર્દીઓ માટે થવો જોઈએ નહીં કે જેઓ કિડનીની ગંભીર બિમારીથી પીડાય છે.
મંત્રાલયે કહ્યું છે કે રેમેડેસિવિરનો ઉપયોગ 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો તેમજ ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે ન કરવો જોઇએ. લક્ષણો પર આધારીત સંશોધનમાં, રેમેડેસિવિર કોરોના દર્દીઓ માટે અસરકારક સાબિત થઈ હતી, ત્યારબાદ તેનો ઉપયોગ ભારત સહિત ઘણા દેશોમાં થઈ રહ્યો છે. જો કે, તેનો ઉપયોગ ફક્ત નિર્ધારિત પ્રોટોકોલ હેઠળ થવો જોઈએ.
સાહીન-