ગુજરાત: હવે ઘર બેઠાં દર્દીઓને મળશે સારવાર, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇ-સંજીવનીનો કરાવ્યો આરંભ
- કોરોનાના સંકટકાળમાં દર્દીઓને હવે ઘર બેઠાં જ બીમારીની સારવાર મળશે
- મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇ-સંજીવનીનો કરાવ્યો આરંભ
- અંતરિયાળ વિસ્તારમાં રહેતા દર્દીઓને મોબાઇલથી જ મળશે નિદાન-સારવાર
ગાંધીનગર: કોરોનાના સંકટકાળમાં દર્દીઓને ઘર બેઠાં જ નિદાન અને સારવાર પ્રાપ્ત થાય તે હેતુસર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇ-સંજીવનીનો આરંભ કરાવ્યો છે. તેમના આ પગલાંને પરિણામે સરકારી હોસ્પિટલ અને દવાખાનાઓ પરનું દર્દીઓનું ભારણ પણ ઓછું થશે. OPDમાં મોટી સંખ્યામાં એકત્રિત થતાં લોકોને કારણે દર્દીઓને લાંબા સમય સુધી સારવાર માટે પ્રતિક્ષા નહીં કરવી પડે.
#eSanjeevaniOPD🎉હવે દવાખાને જવાની જરૂર શાને જયારે દવાખાનું આવશે આપને દ્વાર
ઇ-સંજીવની ઓપીડી મારફતે હવે શક્ય છે-ઘરે બેસીને તજજ્ઞ ડોકટરો સાથે સલાહ/પરામર્શ/માર્ગદર્શન @PMOIndia @MoHFW_INDIA @mygovindia @CMOGuj @PS_HFWDept @JpShivahare @PIBAhmedabad @ROBgujarat @DDNewsGujarati pic.twitter.com/jctuHUddxB
— GujHFWDept (@GujHFWDept) October 9, 2020
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ઇ-સંજીવનીનો આરંભ કરાવ્યો હતો. ઇ-સંજીવની ઓપીટી ગામડાંના દર્દીઓ માટે વધુમાં વધુ લાભદાયી સાબિત થાય તેવી શક્યતા છે. ઇ-સંજીવની દર્દીઓને સામાન્ય બીમારી માટે પ્રિસ્ક્રિપ્શન પણ આપશે. તે ઉપરાંત વિના મૂલ્યે સારવાર પણ આપશે.
સરકારે આ હેતુસર દર્દીઓ માટે ખાસ મોબાઇલ એપ પણ તૈયાર કરાવી છે. મોબાઇલ એપની મદદથી ડૉક્ટર સાથે દર્દી વીડિયો કૉલિંગથી જોડાઇ શકશે અને પરામર્શ લઇ શકશે. દર્દી અને ડૉક્ટર વચ્ચે આ રીતે સંવાદ થતાં ઇલાજ પણ વધુ અસરકારક બનશે.
આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે દૂર અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામડાંમાં રહેતા દર્દીઓને આ એપ દ્વારા ઘર બેઠાં સારવાર અને નિદાન મળી શકશે. તે ઉપરાંત સારવાર કે નિદાન માટે સીએચસી કે પીએચસી સુધી દર્દીઓને દોડવું પડશે નહીં.
(સંકેત)