1. Home
  2. revoinews
  3. રેલવેનું ખાનગીકરણ: ખાનગી ટ્રેનોના સંચાલન માટે 15 કંપનીઓ તરફથી 120 અરજીઓ આવી
રેલવેનું ખાનગીકરણ: ખાનગી ટ્રેનોના સંચાલન માટે 15 કંપનીઓ તરફથી 120 અરજીઓ આવી

રેલવેનું ખાનગીકરણ: ખાનગી ટ્રેનોના સંચાલન માટે 15 કંપનીઓ તરફથી 120 અરજીઓ આવી

0
Social Share
  • ભારતીય રેલવે દ્વારા ખાનગી ટ્રેનોના સંચાલન માટે અરજી મંગાવવામાં આવી
  • ખાનગી ટ્રેનો માટે 15 કંપનીઓ તરફથી 120 અરજીઓ આવી
  • લાર્સન એન્ડ ટુબ્રો, BHEL, GMR જેવી કંપનીઓએ રસ દાખવ્યો

નવી દિલ્હી: ભારતીય રેલવે હવે ખાનગીકરણ તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય રેલવે દ્વારા ખાનગી ટ્રેનોના સંચાલન માટે અરજી મંગાવવામાં આવેલી. તેમાં 15 કંપનીઓએ રસ દાખવ્યો છે. રેલવે અનુસાર તેમને 15 કંપની તરફથી 120 અરજીઓ મળી છે. આમાં રેલવે મંત્રાલયની ભારતીય રેલવે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન, લાર્સન એન્ડ ટુબ્રો, હેવી ઇન્ડસ્ટ્રીઝની કંપની BHEL અને ખાનગી ક્ષેત્રની કંપની જીએમઆર જેવી કંપનીઓ સામેલ છે.

ટ્રેનોના પરિચાલનમાં ખાનગી કંપનીઓને અનુમતિ આપવાથી રેલવેને 30 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવવાની આશા છે. રેલવેના 12 ક્લસ્ટર્સમાં ખાનગી ટ્રેન ચલાવવાની યોજના છે. તેમાં મુંબઇ 1 અને મુંબઇ 2, દિલ્હી 1 અને દિલ્હી 2, ચંડીગઢ, હાવડા, પટણા, પ્રયાગરાજ, સિકંદરાબાદ, જયપુર, ચેન્નાઇ અને બેંગ્લુરુ સામેલ છે.

આ કંપનીઓએ દર્શાવી રૂચી

  • મેઘા એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ
  • સાયનાથ સેલ્સ એન્ડ સર્વિસીસ પ્રા.લિ.
  • IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ લિમિટેડ
  • ભારતીય રેલ્વે કેટરિંગ અને પર્યટન નિગમ લિમિટેડ
  • જીએમઆર હાઇવે લિમિટેડ
  • વેલસ્પન એન્ટરપ્રાઇઝ લિમિટેડ
  • ગેટવે રેલ ફ્રેઈટ લિમિટેડ
  • ક્યુબ હાઇવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર III પ્રા.લિ.
  • મલેમપતિ પાવર પ્રાઇવેટ લિમિટેડ
  • એલ એન્ડ ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ લિમિટેડ
  • આરકે એસોસિએટ્સ અને હોટેલિયર્સ પ્રા.લિ.
  • કોન્સ્ટ્રકસિનેસ વાય ઑક્સિલિયર ડે ફેરોકેરીલેસ
  • એસ.એ., પી.એન.સી. ઇન્ફ્રાટેક લિ
  • અરવિંદ ઉડ્ડયન
  • ભેલ

આ પ્રક્રિયા આટલા સમયમાં થશે પૂર્ણ

આ પ્રોજેક્ટ માટે કંપનીઓએ બે સ્તરીય પ્રતિસ્પર્ધી બોલી લગાવવાની પ્રક્રિયાથી કરવામાં આવશે. જેમાં Request for Qualification (RFQ) અને Request for Proposal (RFP) સામેલ છે. આ અરજીઓનું ઝડપથી મૂલ્યાંકન કરવામાં આવશે અને ક્વોલિફાઇડ કંપનીઓ માટે આરએફક્યુ ડોક્યુમેન્ટ્સ નવેમ્બર સુધી ઉપલબ્ધ થઇ જશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code