પીએમ મોદીએ કોરોના સામે જન આંદોલન શરૂ કર્યું
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને કરી અપીલ
- આજથી કોરોના વિરુદ્ધ જન આંદોલન કર્યું શરૂ
- જ્યાર સુધી દવા નથી આવી ત્યાર સુધી ઢીલાઈ રાખવી ન જોઈએ – પીએમ મોદી
અમદાવાદ: કોરોના કાળમાં આગામી દિવસોમાં શું સાવચેતી રાખવી જોઈએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આ અંગે આજથી જન આંદોલન શરૂ કર્યું છે. પીએમ મોદીએ જણાવ્યું કે, જ્યાર સુધી દવા નથી આવી ત્યાર સુધી ઢીલાઈ રાખવી ન જોઈએ. આ જાગરૂકતા અભિયાન આગામી તહેવાર અને શિયાળાની ઋતુને ધ્યાને લઈને શરૂ કરવામાં આવ્યું છે.
आइए, कोरोना से लड़ने के लिए एकजुट हों!
हमेशा याद रखें:
मास्क जरूर पहनें।
हाथ साफ करते रहें।
सोशल डिस्टेंसिंग का पालन करें।
‘दो गज की दूरी’ रखें।
#Unite2FightCorona pic.twitter.com/L3wfaqlhDn— Narendra Modi (@narendramodi) October 8, 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ટવિટ કર્યું, ‘આવો, કોરોના સામે લડવા માટે એક થઈએ! હંમેશાં યાદ રાખો: માસ્ક પહેરો. હાથ સાફ કરતા રહો. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો, બે હાથનું અંતર રાખો.
ભારતમાં કોરોના કેસની કુલ સંખ્યા 68,32,988 પર પહોંચી ગઈ છે. જો કે, રાહતની વાત એ છે કે 58,24,462 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હાલમાં ભારતમાં કોરોનાના 9 લાખથી વધુ એક્ટિવ કેસ છે. તો, સાથે જ ભારતમાં કોરોનાથી 1,05,554 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
હેલ્થ મિનીસ્ટ્રીએ ગુરુવારે જણાવ્યું કે, ભારતમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. એવું કહેવામાં આવ્યું હતું કે મે મહિનામાં ફક્ત 50 હજાર લોકો રીકવર થયા હતા. આ સંખ્યા ઓક્ટોબર સુધીમાં 57 લાખ પર પહોંચી ગઈ છે. હવે લગભગ દરરોજ 75 હજાર લોકો કોરોનાને મ્હાત આપી રહ્યા છે. રીકવરી રેટ એક્ટિવ કેસ કરતા 6.3 ગણો વધુ છે.
_Devanshi