જમ્મુ-કાશ્મીરના પંપોરમાં CRPFની ટીમ પર આતંકી હુમલો – 2 જવાન શહીદ
- જમ્મુ-કાશ્મીરના પંપોરમાં CRPFની ટીમ પર આંતકી હુમલો
- 5 જવાન ઘાયલ અને 2 જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, મળતી માહિતી પ્રમાણે પંપોરના કાંઘીજલ બ્રિજ પર સીઆરપીએફની 110 બટાલિયન અને જમ્મુ-કાશ્મીર પોલીસના જનાવો રોડ ઓપનિંગ ડ્યૂટિ કરી રહ્યા હતા તે જ સમયે આતંકીઓ દ્વારા બેફામ ગોળીબાર શરુ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે સોમવારે આતંકવાદીઓએ પંપોરની બાહર આવેલા વિસ્તારમાં તંગન બાયપાસ પર આરઓપીની 110 મી બટાલિયન પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ તેઓને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યા હતા.
આ આતંકી હુમલામાં બે જવાન શહીદ થયા છે તો બીજી તરફ 5 જેટલા સૈનિકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે.આ સાથે જ સમગ્ર વિસ્તારની નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જીલ્લાની હોસ્પિટલમાં ખાયલ સૈનિકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
#UPDATE Of the five CRPF jawans, who were injured after terrorists fired upon the Force's road opening party (ROP), two jawans lost their lives. More details awaited. #JammuAndKashmir https://t.co/zIZ5pHKXw2
— ANI (@ANI) October 5, 2020
આ પહેલા 27 સપ્ટેમ્બરના રોજ પુલવામા બે આતંકિઓને ઠાર કરવામાં આવ્યા હતા, સુરક્ષાદળો પાસે 2-3 આકંતીઓ સંતાયા હોવાની ગુપ્ત માહીતી હતી જેને આઘારે સર્ચ ઓપરેશન હાથ ઘરતા જવાનોએ બે આતંકીઓનો ખાતમો કર્યો હતો.
સાહિન-