1. Home
  2. revoinews
  3. લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ 2020: જાણો ગરીબોની સેવામાં જીવન સમર્પિત કરનાર શાસ્ત્રીજીના અનમોલ વિચારો જે તમને કરશે પ્રેરિત
લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ 2020: જાણો ગરીબોની સેવામાં જીવન સમર્પિત કરનાર શાસ્ત્રીજીના અનમોલ વિચારો જે તમને કરશે પ્રેરિત

લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ 2020: જાણો ગરીબોની સેવામાં જીવન સમર્પિત કરનાર શાસ્ત્રીજીના અનમોલ વિચારો જે તમને કરશે પ્રેરિત

0
Social Share
  • આજે મહાત્મા ગાંધી ઉપરાંત લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતિ
  • લાલ બહાદુર શાસ્ત્રીએ પોતાનું સમગ્ર જીવન ગરીબોની સેવામાં સમર્પિત કર્યું હતું
  • ભારતના આઝાદીના આંદોલનમાં પણ સક્રિયપણે રહ્યા હતા કાર્યરત

અમદાવાદ: આજે અહિંસાનું આચરણ કરનારા અને સત્યના પૂજક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે અને તેની સાથોસાથ દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ પણ આજે એટલે કે 2 ઑક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ 2 ઑક્ટોબર 1869ના રોજ થયો હતો, તો પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઑક્ટોબર 1904ના રોજ થયો હતો. આ  જ કારણોસર પ્રતિ વર્ષ 2 ઑક્ટોબરના રોજ મહાત્મા ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ મનાવવામાં આવે છે. આ જ કારણોસર ભારતના સોનેરી ઇતિહાસમાં 2 ઑક્ટોબરનું વિશેષ મહત્વ છે. આ દિવસને રાષ્ટ્રીય પર્વ તરીકે મનાવાય છે.

આજે લાલ બહાદુર શાસ્ત્રીના જન્મ જયંતિના પર્વ પર અમે આપને તેના 10 અનમોલ વિચારો વિશે જણાવીશું જે આપને પણ પ્રેરિત કરશે.

  • જો આપણે સતત લડત આપીશું, તો આપણી જ જનતાને સતત સમસ્યાનો સામનો કરવો પડશે, આપણે લડવાની બદલે ગરીબી, બીમારી અને અશિક્ષાથી લડવું જોઇએ.
  • આપણે માત્ર સ્વ માટે નહીં પરંતુ સમસ્ત વિશ્વ માટે શાંતિ તેમજ શાંતિપૂર્ણ વિકાસમાં વિશ્વાસ રાખીએ છીએ.
  • કાનૂનનું સમ્માન કરવું જોઇએ. જેથી કરીને આપણા લોકતંત્રનું નક્કર સંરચના જળવાયેલી રહે અને આપણું લોકતંત્ર વધુ મજબૂત બને.
  • દેશ પ્રત્યે નિષ્ઠા દરેક નિષ્ઠાઓની પહેલા આવે છે અને આ જ પૂર્ણ નિષ્ઠા છે. કારણ કે આમા કોઇ પ્રતિક્ષા નથી કરી શકતું કે તેને બદલામાં શું મળશે.
  • જ્યારે સ્વતંત્રતા અને અખંડતા ખતરમાં હોય, ત્યારે પૂર્ણ શક્તિ અને સામર્થ્ય સાથે પડકારોનો સામનો કરવો એજ આપણું એકમાત્ર લક્ષ્ય અને કર્તવ્ય હોય છે. આપણે એકજુટ થઇને કોઇપણ પ્રકારના અપેક્ષિત બલિદાન માટે દૃઢતાપૂર્વક તત્પર રહેવાનું છે.
  • દેશની પ્રગતિ માટે આપણે એકબીજા સાથે લડવાને બદલે ગરીબી, બીમારી અને અજ્ઞાનતા સામે લડવું પડશે.
  • કાનૂનનું સમ્માન કરવું જોઇએ જેથી કરીને લોકતંત્રનું નક્કર સંરચના જળવાયેલી રહે અને આપણું લોકતંત્ર વધુ મજબૂત બને.
  • આપણી તાકાત અને મજબૂતી માટે સૌથી આવશ્યક કામ છે લોકોમાં એકતા અને એકજુટતા સ્થાપિત કરવી.

આપને જણાવી દઇએ કે લાલ બહાદુર શાસ્ત્રી ભારતના બીજા વડાપ્રધાન હતા. લાલ બહાદુર શાસ્ત્રી ગાંધીવાદી નેતા હતા, જેમણે પોતાનું સંપૂર્ણ જીવન ગરીબોની સેવામાં સમર્પિત કર્યું હતું. વર્ષ 1904ની 2 ઑક્ટોબરના રોજ મુગલસરાયમાં શાસ્ત્રીજીનો જન્મ થયો હતો. વર્ષ 1920માં લાલ બહાદુર શાસ્ત્રી ભારતની આઝાદીના આંદોલનમાં સક્રિયપણે સામેલ થયા હતા. મહાત્મા ગાંધીના અસહયોગના આંદોલનમાં ભાગ લેવા બદલ તેઓને થોડાક સમય માટે જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code