- આરબીઆઈની યાદીમાંથી બહાર થઈ આ 6 મોટી સરકારી બેંકો
- બેંકોને અન્ય બેંક સાથે મર્જ કરવામાં આવી
- વર્ષ 2017મા કુલ 27 સરકારી બેંક કાર્યરત હતી
- હવે દેશમાં માત્ર કુલ 12 સરકારી બેંક કાર્ય કરશે
- જેમાં 5 નાની સરકારી બેંકો અને 7 મોટી સરકારી બેંકોનો સમાવેશ
રિઝર્વ બેંકે જાહેરનામું બહાર પાડીને એક માહિતી આપી છે, જે માહ્તી પ્રમાણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સ અને અલ્હાબાદ બેંક સહિતની અન્ય ચાર સરકારી બેંકોના નામ આરબીઆઈ અધિનિયમો હેઠળ આવનારી બોંકના નામની યાદીમાંથી રદ કર્યા છે.આમ ટોટલ 6 બેંકોની બીજી બેંકોમાં વિલિની કરણ કરવામાં આવી ચૂક્યું છે.
આરબીઆઈની યાદીમાંથી બહાર થયેલી 6 બેંકોમાં સિન્ડિકેટ બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોર્મસ, યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા, આંઘ્રા બેંક, કોર્પોરેશન બેંક અને અલ્હાબાદ બેંકનો સમાવેશ થાય છે
ઓબીસી અને યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાનું પંજાબ નેશનલ બેંકમાં , સિન્ડિકેટ બેંકનું કેનેરે બેંકમાં ,આંઘ્રા બેંક અને કોર્પોરેશન બેંકનું યૂનિયન બેંક ઓફ ઈન્ડિયામાં તથા અલ્હાબાદ બેંકનું ઈન્ડિયન બેંકમાં વિલિનિકરણ કરવામાં આવી ચૂકયુ છે.
આ સમગ્ર વિલિનીકરણ થયા બાદ હવે દેશમાં માત્રને માત્ર 7 મોટી બેંકો સરકારી છે તે સાથે જનાની 5 સરકારી બેંકો રહી છે, જેમાં વર્ષ 2017ની જો વાત કરીએ તો ત્યારે દેશમાં ટોટલ 27 સરકારી બેંકોનો સમાવેશ હતો ત્યારે હવે આ આકંડો ઘટીને માત્રને માત્ર દેશમાં 12 સરકારી બેંકો રહી છે.
ઉલ્લેખવનીય છે કે આ તમામ બેંકોને મર્જ કરવામાં આવી છે,જેના કારણસર હવે આ બેંકોને આરબીઆઈની યાદીમાંથી બહાર કાઢવામાં આવી છે, ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટના બીજા શિડ્યુલમાં સમાવિષ્ટ બેંકને અનુસૂચિત વાણિજ્યિક બેંક તરીકે ઓળખવામાં આવે છે.
સાહિન-