1. Home
  2. revoinews
  3. બનારસનું ગૌરવ: શિવાંગી સિંહ રાફેલની મહિલા ફાઇટર પાયલટ બનશે
બનારસનું ગૌરવ: શિવાંગી સિંહ રાફેલની મહિલા ફાઇટર પાયલટ બનશે

બનારસનું ગૌરવ: શિવાંગી સિંહ રાફેલની મહિલા ફાઇટર પાયલટ બનશે

0
Social Share
  • બનારસની શિવાંગી સિંહને રાફેલથી આકાશને આંબવાની સૌપ્રથમ તક સાંપડશે
  • શિવાંગી વર્ષ 2017માં એર ફોર્સમાં જોડાઇ હતી
  • ટૂંક સમયમાં જ શિવાંગી અંબાલામાં 17 સ્ક્વોડ્રન ગોલ્ડન એરોમાં સામેલ થશે

હવે દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં પણ મહિલઓ દેશને ગૌરવ અપાવી રહી છે. ઇન્ડિયન એરફોર્સમાં મહિલા ફાઇટર પાયલટની ભરતી શરૂ થયા બાદ રાફેલથી આકાશને આંબવાની સૌપ્રથમ તક બનારસની શિંવાગી સિંહને મળી છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં એનસીસી કર્યા બાદ શિવાંગીને એર ફોર્સની રાફેલ સ્ક્વોડ્રનની પ્રથમ મહિલા ફાઇટર પાયલટ બનવાનું ગૌરવ સાંપડ્યું છે.

શિવાંગીના પિતાએ પુત્રીની સિધ્ધિ અંગે જણાવ્યુ કે અમને ગર્વ છે કે અમારી દિકરી બનારસની સાથે સમગ્ર દેશનું નામ રોશન કરશે. શિવાંગીએ 2013થી 2016 સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં એનસીસીની તાલિમ લીધી હતી અને સનબીમ ભગવાનપુરથી બીએસસી કર્યુ હતું.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, શિવાંગી વર્ષ 2017માં એર ફોર્સમાં જોડાઇ હતી. વારાણસી જીલ્લાની મૂળ વતની ફ્લાઇટ લેફ્ટનન્ટ શિવાંગી સિંહ હાલ તાલિમના તબક્કામાં છે. ટૂંક સમયમાં જ શિવાંગી અંબાલામાં 17 સ્ક્વોડ્રન ગોલ્ડન એરોમાં સામેલ થશે. ભારતીય વાયુસેનામાં વર્ષ 2017માં સામેલ થયા બાદ શિવાંગી સિંહ મિગ-21 બાઇસનમાં ઉડાન ભરી રહી છે. તે ભારતના સર્વશ્રેષ્ઠ ફાઇટર પાયલટમાંથી એક વિંગ કમાન્ડર અભિનંદનની સાથે પણ ફરજ બજાવી ચૂકી છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code