– દધીચિ ઠાકર
મુ.શ્રી નરેન્દ્રભાઇ મોદીજી વિશે લખાયેલા પુસ્તકો પર નજર ફેરવીએ તો ગુજરાતી ભાષા ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ ઘણું કામ થયું છે. દેશ – વિદેશના જાણીતા પત્રકારો – લેખકો તથા મહાનુભાવોએ મોદીજી ઉપર એક – એક પુસ્તક લખ્યાં છે, પરંતુ આ શોધમાં એક એવા લેખકની મુલાકાત થઈ કે જેમણે નવ વર્ષના સમયગાળામાં નરેન્દ્રભાઈ મોદીજી ઉપર ગુજરાતીમાં 22, હિન્દીમાં 4, અંગ્રેજીમાં 3 મળીને 29 પુસ્તકો લખ્યાં છે. આ લેખક એટલે ગુજરાતી ભાષાના જાણીતા લેખક – પત્રકાર અને સંપાદક શ્રી દિનેશ દેસાઈ. આ સાથે દિનેશભાઇના કુલ 80 પુસ્તકો છે. તેમનું પ્રથમ પુસ્તક (કાવ્ય સંગ્રહ) ‘સ્નેહના નામે’ 1988માં પ્રકાશિત થયું હતું.
2011માં દિનેશભાઇએ ‘આપણા નરેન્દ્રભાઈ’ નામક મોદીજી ઉપરનું સર્વપ્રથમ પુસ્તક લખ્યું હતું અને પછી તો પુસ્તકોની વણઝાર ચાલી.
તેમના પુસ્તકોની વિગતવાર યાદી જોઈએ તો,
Photo Courtesy : Dipam Bhachech
(1) આપણા સૌના નરેન્દ્રભાઈ – પ્રથમ આવૃત્તિ 2011 – પ્ર. રન્નાદે પ્રકાશન
(2) हमारे नरेन्द्रभाई – પ્ર.આ. 2011 – પ્ર. રન્નાદે પ્રકાશન
(3) Our Beloved Narendrabhai – પ્ર.આ. 2012 – પ્ર. રન્નાદે પ્રકાશન
(4) આપણા નરેન્દ્રભાઈ – (સંપાદન) પ્ર.આ. 2012 – પ્ર. શ્રી મોદી સમાજ
(5) વિકાસપુરુષ નરેન્દ્રભાઈ – પ્ર.આ. 2012 – પ્ર. રન્નાદે પ્રકાશન
(6) ગ્રેટ ગુજરાત, ગ્લૉબલ ગુજરાત – પ્ર.આ. 2012 – પ્ર. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
(7) નરેન્દ્ર મોદીનો વિચાર-વૈભવ – પ્ર.આ. 2013 – પ્ર. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
(8) ગાંધીમાર્ગે ગુજરાત – પ્ર.આ. 2013 પ્ર. રન્નાદે પ્રકાશન
(9) માનવતાનો મંત્રઃ નરેન્દ્ર મોદી – પ્ર.આ. 2013 – પ્ર. રન્નાદે પ્રકાશન
(10) બ્રાન્ડ ગુજરાત – પ્ર.આ. 2013 – પ્ર. દામિની પ્રકાશન
(11) ભવ્ય ગુજરાત, ભવ્ય ભારત – પ્ર.આ. 2013 – પ્ર. રન્નાદે પ્રકાશન
(12) આ છે નરેન્દ્ર મોદી – પ્ર.આ. 2013 – પ્ર. રન્નાદે પ્રકાશન
(13) Modi: The New Face For Indian Leadership – પ્ર.આ. 2013 – પ્ર. રન્નાદે પ્રકાશન
(14) નરેન્દ્ર મોદીઃ ભારત ભાગ્ય વિધાતા – પ્ર.આ. 2014 – પ્ર. નવભારત સાહિત્ય મંદિર
(15) અમારી નજરે નરેન્દ્રભાઈ (સંપાદન) – પ્ર.આ. 2014 – પ્ર. કામનાથ
(16) નરેન્દ્ર મોદી અને યંગિસ્તાન – પ્ર.આ. 2015 – પ્ર. રન્નાદે પ્રકાશન
(17) Modi: New Vision For India – પ્ર.આ. 2016 – પ્ર. રન્નાદે પ્રકાશન
(18) महानायक नरेन्द्र मोदी – પ્ર.આ. 2016 – પ્ર. રન્નાદે પ્રકાશન
(19) મોદી મૉડલઃ ગુજરાત – પ્ર.આ. 2016 – પ્ર. રન્નાદે પ્રકાશન
(20) સુરક્ષા વ્યવસ્થાપન – પ્ર.આ. 2016 – પ્ર. રન્નાદે પ્રકાશન
(21) ગતિ-પ્રગતિઃ ગુજરાત – પ્ર.આ. 2017 – પ્ર. રન્નાદે પ્રકાશન
(22) हमारे नरेन्द्रभाई – પ્ર.આ. 2017 – (સંપાદન) પ્ર. વિજય પ્રકાશન, નાગપુર
(23) સરદાર પટેલઃ સ્ટૅચ્યુ ઑફ યુનિટી – પ્ર.આ. 2018 પ્ર. કામનાથ
(24) Modi vision – સ્ટૅચ્યુ ઑફ યુનિટી – પ્ર.આ. 2018 પ્ર. નવભારત પબ્લિકેશન
(25) નરેન્દ્ર મોદીઃ વિચારધારા (સંપાદન)– પ્ર.આ. 2019 – પ્ર. નવભારત પબ્લિકેશન
(26) નરેન્દ્ર મોદી અને નવી પેઢી – પ્ર.આ. 2019 – પ્ર. નવસર્જન પબ્લિકેશન
(27) નમો & યુવા – પ્ર.આ. 2019 – પ્ર. નવસર્જન પબ્લિકેશન
(28) ફૉકસ ગુજરાત – પ્ર.આ. 2019 – પ્ર. નવભારત પબ્લિકેશન
(29) भव्य भारत के स्वप्नदृष्टाः नरेन्द्र मोदी – પ્ર.આ. 2019 – પ્ર. પ્રિન્ટબૉક્ષ
આ બધા પુસ્તકો અંગે વાત કરીએ તો તેમનું વર્ષ 2011માં પ્રકાશિત થયેલું પુસ્તક ‘ આપણા નરેન્દ્રભાઈ’ માત્ર 3 દિવસમાં લખાઈ ગયું હતું, તે વાચકોને ખૂબજ ગમ્યું છે. તે જ પુસ્તકનું હિન્દી ભાવાનુવાદ કરવામાં આવ્યું છે, જેને હિન્દી સાહિત્ય અકાદમી – ગુજરાત સરકાર તરફથી પુરસ્કૃત કરવામાં આવ્યું છે. “અમારી નજરે નરેન્દ્રભાઈ” પુસ્તક (સને 2014) સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદી વિશેના પુસ્તકોમાં સૌથી વધુ કિંમતનું પુસ્તક બન્યું છે, જેની કિંમત રૂપિયા 2,900 છે.
બધાજ પુસ્તકોના આકર્ષક મુખપૃષ્ઠ, સુંદર અક્ષરો, વિષયને અનુરૂપ ફોટોગ્રાફ્સ, જોડણીની સજ્જતા વગેરે બાબતો સ્પર્શે છે. તમામ વર્ગના વાચકોને આ પુસ્તકો ઉપયોગી નીવડશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.