1. Home
  2. revoinews
  3. પીએમ મોદી આવતી કાલે વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી બિહારમાં સાત યોજનાઓનું કરશે લોકાર્પણ
પીએમ મોદી આવતી કાલે વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી બિહારમાં સાત યોજનાઓનું કરશે લોકાર્પણ

પીએમ મોદી આવતી કાલે વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી બિહારમાં સાત યોજનાઓનું કરશે લોકાર્પણ

0
Social Share
  • બડકો દ્વારા બિહારના શહેરી વિકાસ અને આવાસ વિભાગ હેઠળ યોજના અમલમાં મૂકવામાં આવી
  • બિહારમાં 7 યોજનાઓનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે થશે
  • જેમાં પાણી પુરવઠા યોજનાનો પણ સમાવેશ
  • રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ સાથે જોડાયેલા પ્રોજેક્ટનો પણ સમાવેશ

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારના રોજ વિડીયો કોન્ફરન્સ દ્વારા બિહારમાં શહેરી માળખાગત સાથે જોડાયેલી સાત મહત્વપૂર્ણ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.આ કાર્યક્રમાં જે યોજનાઓનું ઉદ્ધાટન થનાર છે તેમા ચાર પ્રોજેક્ટ્સ પાણી પુરવઠા, બે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને એક પ્રોજેક્ટ રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ સાથે જોડાયેલા પ્રોજેક્ટ છે.

પ્રધાનમંત્રી કાર્યલય તરફથી રજુ કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,આ તમામ પરિયોજનાઓ પાછળનો ખર્ચ 541 કરોડ આકંવામાં આવી રહ્યો છે, આ દરેક યોજનાઓ બડકો દ્વારા બિહારના શહેરી વિકાસ અને આવાસ વિભાગ હેઠળ પણ અમલમાં મુકવામાં આવી છે.

પીએમ મોદી જે સાત પરિયોજનાઓનું ઉદ્ધાટન કરશે તેમાં પટના મ્યુનિસિપલ કોર્પોરેશન ક્ષેત્ર હેઠળ બેઉરમાં તે નમામી ગંગે યોજના અંતર્ગત બનાવવામાં આવેલ જળ-ગટર યોજનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સિવાન મ્યુનિસિપલ કાઉન્સિલ અને છપરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પાણી પુરવઠા યોજનાઓ શરૂ કરવામાં આવશે. આ બંને યોજનાઓ હેઠળ સ્થાનિક નાગરિકોને ચોવીસ કલાક પીવાનું શુદ્ધ પાણી મલી રહેશે.

આ પ્રમાણે જ  મુંગેર મહાનગરપાલિકામાં ‘મુંગેર પાણી પુરવઠા યોજના’ નો શિલાન્યાસ પણ કરવામાં આવશે. આ યોજના પૂર્ણ થતાં પાલિકા વિસ્તારના રહેવાસીઓને પાઇપલાઇન દ્વારા શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત જમાલપુરમાં પણ જમાલપુર પાણી પુરવઠા યોજનાનો શિલાન્યાસ કરવામાં આવશે.

વડા પ્રધાન મોદીના હસ્તે નમામી ગંગે યોજના હેઠળ મુઝફ્ફરપુર રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ યોજનાનો શિલાન્યાસ પણ કરવામાં આવશે. આ અંતર્ગત મુઝફ્ફરપુર શહેરના ત્રણ ઘાટ જેમાં પૂર્વ અખાડા ઘાટ, સીઢી ઘાટ,અને ચંદવારા ઘાટનો વિકાસ કરવામાં આવશે. આ સાથે જ રિવર ફ્રંડ પર કેટલીક મૂળભૂત સુવિધાઓ જેમ કે, શૌચાલય, માહિતી કીઓસ્કસ, ચેન્જિંગ રૂમ, પાથવે, વોચ ટાવર્સ વગેરે જેવી વિવિધ પાયાની સુવિધાઓ નદીના મોરચે ઉપલબ્ધ કરાવાશે.

ઉલ્લેખનીય છે કે આ યોજનાઓ પરિપૂર્ણ થતા પર્યટનને પ્રોત્સાહન મળશે તે સાથે જ મુજફ્ફરના રેહવાસીઓ માટે ભવિષ્યમાં આકર્ષણનું કેન્દ્ર બનશે, આવતી કાલના આ પ્રસંગે બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર ઉપસ્થિત રહેશે.

સાહીન-

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code