1. Home
  2. revoinews
  3. WHOની ચેતવણી – ઓક્ટોબર-નવેમ્બરમાં વધી શકે છે કોરોનાનો મૃત્યુઆંક
WHOની ચેતવણી – ઓક્ટોબર-નવેમ્બરમાં વધી શકે છે કોરોનાનો મૃત્યુઆંક

WHOની ચેતવણી – ઓક્ટોબર-નવેમ્બરમાં વધી શકે છે કોરોનાનો મૃત્યુઆંક

0
Social Share
  • કોવિડ -19 : ઓક્ટોબર-નવેમ્બરમાં વધશે મૃત્યુઆંક – who
  • કોરોના ના ઓક્ટોબર-નવેમ્બરમાં વધશે મૃત્યુઆંક
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને આ અંગે આપી ચેતવણી
  • યુરોપના 55 સદસ્ય રાજ્ય ઓનલાઇન મીટિંગોનું આયોજન

મુંબઈ: હાલ તમામ લોકો વિચારી રહ્યા છે કે કોરોનાવાયરસની બીમારીનો અંત ક્યારે આવશે અને કેવી રીતે આવશે, પણ બીમારી એટલી સરળતાથી જવાની નથી પરંતુ કોવિડ -19નો અંત આવવાના બદલે વધુ લોકોના મોત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ચેતવણી આપતા કહ્યું છે કે આ સંક્રમણને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ઓક્ટોબર અને નવેમ્બરમાં વધુ વધશે. આ સંસ્થાના યુરોપના ડાયરેક્ટર હંસ ક્લુગે ચેતવણી આપી છે.

ક્લુગે એક મુલાકાતમાં એએફપીને કહ્યું કે, “આ તે સમય છે જ્યારે દુનિયાના લોકો આ ખરાબ સમાચાર માટે તૈયાર નથી, અને હું આ વાતને સમજી શકું છું”. આ સાથે તેમણે કહ્યું હતું કે તેઓ જલ્દીથી તમામ દેશોને પોઝિટીવ મેસેજ આપવા માંગે છે કે મહામારી ખતમ થવા જઇ રહી છે. સોમવાર અને મંગળવારે ડબ્લ્યુએચઓ યુરોપના 55 સદસ્ય રાજ્ય ઓનલાઇન મીટિંગોનું આયોજન કરી રહ્યા છે. આ મીટિંગમાં તેઓ નોવેલ કોરોના વાયરસ માટેના તેમના પ્રયત્નોની ચર્ચા કરશે.

જો કે, કોપનહેગનમાં ક્લુગ તે દેશોને ચેતવણી આપવા માંગે છે જેનું માનવું છે કે, વેક્સીન વિકસિત થવાથી મહામારીનો અંત થઈ જશે. તેમણે કહ્યું, ‘હું હંમેશાં સાંભળું છું કે વેક્સીન વિકસિત થયા બાદ દુનિયાને મહામારીમાંથી મુક્તિ મળશે. એવું નથી. હાલના અઠવાડિયામાં યુરોપમાં કોવિડ -19 કેસોમાં ઝડપથી વધારો થયો છે, ખાસ કરીને સ્પેન અને ફ્રાન્સમાં. માત્ર શુક્રવારે જ 55 દેશોમાં 51 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા.

વિશ્વના ઘણા દેશોમાં કોરોનાવાયરસની વેક્સિન પર પરીક્ષણ ચાલી રહ્યું છે અને ટુંક સમયમાં કોરોનાવાયરસની રસી બજારોમાં આવી શકે તેમ છે. વાત એમ છે કે રસીને આવતા વાર પણ લાગી શકે તેમ છે પણ કોરોનાવાયરસને હળવાશથી લઈ શકાય તેમ નથી તેથી આપણી સુરક્ષા આપણા હાથોમાં છે તે રીતે સતર્ક રહેવાની જરૂર છે.

ભારતમાં પણ કોરોનાવાયરસના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, સરકાર તો કોરોનાવાયરસ સામે પોતાની રીતે તમામ પ્રકારના પગલા લઈ રહી છે પરંતુ આપણી પણ સતર્કતા જરૂરી છે અને સરકારી ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે.

_Devanshi

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code