આયુર્વેદીક ગુણથી ભરપૂર એવી આ શાકભાજીનો ભાવ સાંભળીને ઉડી જશે હોશ
દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી શાકભાજીના ભાવમાં સતત વધારો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાયાં છે. ત્યારે દુનિયાના સૌથી મોંઘી એવી ‘હોપ શૂટ્સ’ નામની શાકભાજીનો ભાવ સાંભળીને લોકોના હોંશ ઉડી જાય છે. આ શાકભાજીની કિંમત એક હજાર યુરો પ્રતિ કિલો એટલે કે રૂ. 82 હજાર જેટલી છે. હોપ શૂટ્સનો ઉપયોગ ટીબી જેવી ગંભીર બીમારીમાં સારવાર માટે પણ થાય છે.
‘હોપ શૂટસ’ નામની આ શાકભાજીના ફૂલને હોપ કોન્સ હવેયાત છે. આ ફૂલનો ઉપયોગ બિયર બનાવવામાં કરવામાં આવે છે. જ્યારે તેની ડીળીનો પણ જમવામાં ઉપયોગ કરવામાં આવે છે. મોંઘી હોવાને કારણે આ શાકભાજી ભાગ્યે જ કોઈ બજાર કે સ્ટોરમાં જોવા મળે છે. હોપ શૂટસ આયુર્વેદીક ગુણોથી ભરપૂર છે. તેનો ઉપયોગ જડ્ડી-બુટી તરીકે પણ કરવામાં આવે છે. દાંતના દુઃખાવામાં ફાયદાકારક છે. આ ઉપરાંત તેમાં એન્ટીબાયોટીકના ગુણ જોવા મળે છે. જેથી ટીબી જેવી ગંભીર બીમારીની સારવારમાં પણ તેનો ઉપગોય કરવામાં આવે છે. હોપ શૂટ્સની ટાળનો ઉપયોગ લોકો અથાણુ બનાવવામાં પણ કરે છે.
‘હોપ શૂટ્સ’માં રહેલા આયુર્વેદીક ગુણની ઓળખ વર્ષો પહેલા જ થઈ ગઈ હતી. લગભગ 800 ઈસીમાં લોકો તેને બીયરમાં મીલાવીને પીતા હતા અને આજે પણ આ સીલસીલો ચાલી રહ્યો છે. સૌ પ્રથમ આ શાકભાજીની ખેતી ઉત્તર જર્મનીમાં શરૂ થઈ હતી. ત્યાર બાદ ધીરે-ધીરે દુનિયાના વિવિધ દેશોમાં પણ થવા લાગી હતી. ‘હોપ શૂટ્સ’ના ફાયદા જોઈને ઈંગ્લેન્ડ દ્વારા 18મી સદીના આરંભમાં તેની ઉપર ટેક્સ નાખવામાં આવ્યો હતો. માર્ચથી લઈને જુન સુધી હોપ શૂટ્સની ખેતી થાય છે.