- ભારતીય બાળકોમાં દેખાયા કોરોના વાયરસના ધાતક સિન્ડ્રોમ
- આ ઘાતક લક્ષણને મલ્ટિ સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમનું નામ અપાયું
- બાળકોમાં વધુ તાવ, શરીરમાં વધુ પડતા સોજા જેવા અનેક લક્ષણો દેખાયા
કોરોના વાયરસના અત્યાર સુધીના તમામ રીપોર્ટ સામે આવ્યા છે, જેમાં બાળકો ચેપગ્રસ્ત હોવાની સંખ્યા ખૂબ ઓછી છે. જે પણ કેસો સામે આવ્યા છે. તેમાં બાળકોમાં કોરોનાનાં કોઈ લક્ષણો હોતા નથી અથવા ખૂબ જ હળવા લક્ષણો જોવા મળ્યાં છે. ઇટલી, સ્પેન, બ્રિટેન અને અમેરિકાના કેટલાક બાળકોમાં પણ કોરોના સંબંધિત એક નવું સિન્ડ્રોમ સામે આવી ચુક્યું છે. આ ઘાતક લક્ષણને મલ્ટિ સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમનું નામ આપવામાં આવ્યું છે. ચિંતાની વાત છે કે હવે આ લક્ષણો ભારતના બાળકોમાં પણ આવી રહ્યા છે.
અન્ય દેશોની તુલનામાં ભારતમાં MIS-C ના બહુ ઓછા કેસો નોંધાયા છે. એમ્સ દિલ્હીમાં MIS-C ના બે કેસનોની સ્ટડી કરવામાં આવી છે. જેમાં એવું જાણવા મળ્યું છે કે આ બાળકોને વધુ તાવ હતો જ્યારે બાકીના લક્ષણો અલગ-અલગ હતા. અઢી વર્ષનાં બાળકને કફ, વહેતું નાક જેવી ફરિયાદ હતી જ્યારે છ વર્ષનાં બાળકને તાવ અને શરીરમાં ફોલ્લીઓ થઈ હતી. આ બાળકમાં કફ અથવા હુમલો જેવા લક્ષણો નથી.
મલ્ટિ-સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમમાં બાળકોમાં વધુ તાવ જેવા લક્ષણો, કેટલાક અંગોનું યોગ્ય રીતે કાર્ય ન કરવું, શરીરમાં વધુ પડતા સોજા જેવા અનેક લક્ષણો દેખાય છે. આ લક્ષણ વધુ કાવાસાકી બીમારીના લક્ષણો જેવા જ છે. જો કે, એક નવા અધ્યયન મુજબ, MIS-C અને કાવાસાકી બીમારીમાં ધમનીઓને નુકસાન થવાના લક્ષણો થોડા અલગ છે.
સ્ટડી મુજબ, કાવાસાકી અને MIS-C માં વધુ તાવ, પગ અને ગળામાં સોજો, ફોલ્લીઓ જેવા લક્ષણો છે જ્યારે ફક્ત MIS-C માં માથાનો દુખાવો, પેટમાં દુખાવો, ઉલટી, ગળાના દુખાવા અને કફ જેવા લક્ષણો વધુ જોવા મળે છે.
બાળકો અને પુખ્ત વયના લોકોની પ્રતિરક્ષા પ્રતિભાવમાં તફાવત છે અને શરીરમાં વાયરલ પ્રવેશ પણ જુદી જુદી રીતે થાય છે. તેથી, બાળકોમાં આવા ગંભીર રોગો ઝડપથી જોવા મળતા નથી. એઈમ્સ પેડિયાટ્રિક્સ વિભાગના ડોકટરના કહેવા મુજબ, ‘બાળકોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ મજબુત હોય છે અને વેક્સીનેશનને કારણે તેમની પ્રતિરક્ષા પણ તાલીમબદ્ધ છે. કોરોના વાયરસ વયના હિસાબે લોકોને વધુ ભોગ બનાવી રહ્યો છે, પરંતુ સારી રોગપ્રતિકારક શક્તિના કારણે બાળકો ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે.
દેવાંશી-