5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ: પીએમ મોદીએ ડો.એસ.રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી
- 5મી સપ્ટેમ્બર એટલે ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ
- પીએમ મોદીએ શિક્ષક દિવસની પાઠવી શુભકામના
- રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા બદલ આભાર વ્યક્ત કર્યો
નવી દિલ્લી: 5 સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ગુરુજનોને વિશેષ સન્માન આપવા માટે ઉજવવામાં આવે છે. 5 સપ્ટેમ્બર એ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ છે. તેમની યાદમાં આ દિવસ દર વર્ષે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતીય સંસ્કૃતિના વાહક, પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને મહાન દાર્શનિક હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસ નિમિત્તે રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એસ. રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું, ‘રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન અને મનને એક આકારમાં આપનાર મહેનતુ શિક્ષકોના આપણે આભારી છીએ. શિક્ષક દિવસ નિમિત્તે અમે નોંધપાત્ર પ્રયત્નો બદલ અમારા શિક્ષકોનો આભાર વ્યક્ત કરીએ છીએ. ડો. એસ. રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી.
We remain grateful to the hardworking teachers for their contributions towards shaping minds and building our nation. On Teachers Day, we express gratitude to our teachers for their remarkable efforts. We pay tributes to Dr. S. Radhakrishnan on his Jayanti. #OurTeachersOurHeroes
— Narendra Modi (@narendramodi) September 5, 2020
મોદીએ એક અન્ય ટ્વીટમાં લખ્યુ, આપણા રાષ્ટ્રના ગૌરવશાળી ઈતિહાસ સાથે આપણું જોડાણ ગાઢ કરવા માટે આપણા જાણકાર શિક્ષકોથી વધારે સારૂ કોણ છે. હાલમાં મનની વાત કાર્યક્રમ દરમિયાન મેં શિક્ષકોની સાથે આપણા મહાન સ્વતંત્રતા સંઘર્ષના ઓછા જાણીતા પાસાઓ વિશે વિદ્યાર્થીઓને એક વિચાર શેર કર્યો હતો.
_Devanshi