- કોરોના વચ્ચે પરક્ષાનો શુભ આરંભ
- દરેક કેન્દ્રો પર અનેક નિયમોનું પાલ કરાવાશે
- સેનિટાઈઝરની પણ દરેક કેન્દ્રો પર વ્યવસ્થા
- માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજીયાત
સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે, ઘીમે-ઘીમે કોરોનાના કેસ સામાન્ય થતા જોવા મળી રહ્યા છે ત્યારે હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સી મારફત આજથી આરંભ થનારી જેઈઈ-મેઈન પરિક્ષાની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે,ખાસ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં લઈને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે, જો કે, આ પરિક્ષા ન લેવા બાબતે વિરોધ પક્ષ દ્વારા પુરજોશમાં વિરોધ પ્રદર્શન થયા હતા.
આપણે જાણીએ છીએ તે મુજબ એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે જેઇઇ-મેઇનની પરિક્ષા આપવાની હોય છે, આ પરિક્ષા આજથી એટલે કે 1લી થી 6 સપ્ટેમ્બર સુધી યોજાશે તો બીજી તરફ મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટેની નીટ પરિક્ષા 13 સપ્ટેમ્બરે યોજાનાર છે.સનગ્ર દેશમાં જુદા જુદા કેન્દ્રો પર આ પરિક્ષા લેવાશે ,તમામ કેન્દ્રો પર કોરોનાને ધ્યાનમાં રાખીને વ્યવસ્થાઓ કરવામાં આવી છે
રાજ્ય સરકાર દ્વારા કોરોના કાળના કારણે અનેક સુવિધા પણ આપવામામં આવી છે જેમાં ઓડિશા, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ સરકારે વિદ્યાર્થીઓને જે તે કેન્દ્ર સુધી પહોચાડવા માટે મફતમાં ટ્રાન્સપોર્ટ સુવિધા પુરી પાડશે આ પરિક્ષા લેવાતા પહેલા રાજ્યના સરકાર દ્વારા આ બાબતે જાહેરાત કરવામાં આવી હતી.આ સાથે જ આઇઆઇટી એલુમની વિદ્યાર્થીઓએ દ્વારા ખાસ એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જેના થકી ટ્રાન્સપોર્ટ સુવિધા મેળવવામાં સરળતા રહેશે.
આ સમગ્ર બાબતે કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓ ક્યાય અટકી ન જાયે તે માટે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખિયાલ નિશાંકે તમામા વિદ્યાર્થીઓને દરેક પ્રકારની મદદ માટે જાણ કરવામાં આવી છે, આઇઆઇટી, એનઆઇટી અને સેન્ટ્રલી ફંડેડ ટેકનિકલ ઇન્સ્ટીટયૂટમાં એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ મેળવવા માટેની જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન 1 થી 6 સપ્ટેમ્બર સુધી યોજાશે.મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટેની પરીક્ષા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ અટેલે કે નીટ 13 સપ્ટેમ્બરે વેલાનાર છે જેમાં 8.58 લાખ વિદ્યાર્થીઓએ જેઇઇ-મેઇન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે જ્યારે 15.97 લાખ વિદ્યાર્થીઓએ નીટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
સાહીન-