- સુશાંત સિંહ રાજપૂતનું દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થશે સન્માન
- ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ પેજ પરથી કરાઈ જાહેરાત
- 2021 માં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી કરવામાં આવશે સન્માન
અમદાવાદ: બોલિવુડ એકટર સુશાંત સિંહ રાજપૂતને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ વાતની ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ પેજ પર જાહેરાત કરવામાં આવી છે .હવે વધુ એક ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેતાનું મરણોપરાંત સન્માન કરવામાં આવશે. દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવૉર્ડ્સ 2021માં અભિનેતાનું સન્માન કરવામાં આવશે.. દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના પેજ પરથી જાહેર કરવામાં આવ્યું છે કે, દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવૉર્ડ્સ 2021’માં સુશાંત સિંહ રાજપૂતનું સન્માન કરવામાં આવશે. જો કે, આ અંગે હજુ અવૉર્ડની તારીખ જાહેર કરવામાં આવી નથી.
મહિના અગાઉ દુનિયા અને સિનેમામાં તેમના યોગદાન માટે કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીથી વિશેષ સન્માન મળ્યું હતું. સુશાંતની યૂએસ બેસ્ડ શ્વેતા સિંહ કીર્તિએ ઇંસ્ટાગ્રામ પર એક તસવીરની સાથે આ સમાચાર શેર કર્યા હતા. તસવીરમાં શ્વેતાએ અભિનેતાને કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલી દ્વારા આપવામાં આવેલું પ્રમાણ પત્ર બતાવ્યું હતું..
એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે, મિનિસ્ટ્રી ઓફ ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ આ વર્ષના નેશનલ અવૉર્ડ્સમાં સુશાંત સિંહ રાજપૂતને ખાસ સન્માનિત કરી શકે છે. જોકે, હજુ મંત્રાલયેએ નક્કી નથી કર્યું કે આ સન્માન કયા પ્રકારનું હશે. રિપોર્ટમાં મિનિસ્ટ્રીના સૂત્રોના હવાલે લખવામાં આવ્યું છે કે, ટૂંક સમયમાં મરણોપરાંત સન્માન આપવામાં આવતા આ સન્માનની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે.
અગાઉ સુશાંત સિંહ રાજપૂતની પાંચ વર્ષની ટેલિવિઝન કારકિર્દી અને છ વર્ષની ફિલ્મી કારકિર્દીમાં નેશનલ અવૉર્ડ કે ફિલ્મફેર અવૉર્ડ મળ્યો નથી. તેને ફક્ત બે સ્ક્રીન અવૉર્ડ મળ્યાં છે. આ સિવાય વર્ષ 2017માં ફિલ્મ ‘એમ.એસ.ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ માટે મેલબર્નમાં ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ દરમ્યાન બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો હતો. તે સિવાય ‘એમ.એસ.ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ અને ‘કાઈ પો છે’ માટે ફિલ્મફેર અને આઈફામાં નોમિનેટ થયો હતો.
સુશાંત 14 જૂનના રોજ પોતાના નિવાસ સ્થાને મૃત મળી આવ્યા હતા. તેમના પરિવારે તેમની પ્રેમિકા અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેમના પરિવાર પર આત્માહત્યા માટે ઉશ્કેરવા સહિત ઘણા આરોપ લગાવતાં એક ફરિયાદ નોંધાવી છે. બાદમાં અભિનેતાના પરિવાર, પ્રશંસકો અને મિત્રોએ તેમની મોતની સીબીઆઇ તપાસ કરવાની માંગ કરી હતી. હાલ આ કેસની સીબીઆઈ તપાસ ચાલી રહી. છે. અને આ કેસમાં ટીમ અત્યાર સુધીમાં અનેક લોકોની પૂછપરછ કરી ચૂકી છે.
_Devanshi