અમદાવાદઃ ગુજરાતની સૌથી મોટી ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દેશમાં દૂધ અને દુધ બનાવટની વસ્તુઓ માટે જાણીતુ નામ છે. ત્યારે અમુલની લોકપ્રિયતા ફકત ભારત જ દુનિયાના અન્ય દેશોમાં પણ વધી હોય તેમ લાગી રહ્યું છે. વિશ્વની ટોચની 20 ડેરી કંપનીઓની યાદીમાં ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમૂલ) 16મા ક્રમે આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજ્યના પશુપાલકો અને અમુલને શુભકામનાઓ પાઠવી છે. રાજ્યમાં સર્જાયેલી શ્વેતકાંતિનું જ અમુલ પ્રતિક છે.
GCMMF (Amul) enters the Rabobank's Global Top 20 Dairy Companies list for the first time at No.16.
This is a matter of pride for 36 lac milk producers of Gujarat pic.twitter.com/yAQ1tVBNO3
— Amul.coop (@Amul_Coop) August 28, 2020
રોબોબેંકની દુનિયાભરની સૌથી મોટી 20 ડેરીની કંપનીઓમાં અમૂલની એન્ટ્રી થઈ છે. અમુલે યાદીમાં 16મું સ્થાન હાંસલ કર્યું છે. આ યાદી 2019નાં ટર્નઓવરનાં આંકડાઓ પર આધારિત હોવાનું જાણવા મળે છે. ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જે અમૂલ બ્રાંડને મેનેજ કરે છે. 5.5 અરબ કરોડ ડોલરનું ડેરી ટર્નઓવર છે.
રોબોબેંકના ટોપ 20 ડેરીના લિસ્ટમાં પહેલુ સ્થાન સ્વિટ્ઝરલેંડની નેસ્લેનું છે. નેસ્ટલેનું ટર્નઓવર 22.1 અરબ ડોલર છે. જ્યારે ફ્રાંસની Lactalis 21 અરબ ડોલરનાં ટર્નઓવરની સાથે બીજા અને ડેરી ફાર્મર ઓફ અમેરિકા 20 અરબ ડોલરનાં ટર્નઓવરની સાથે ત્રીજા સ્થાન પર છે. આખી લિસ્ટમાં ફ્રાંસની સૌથી વધુ 3 કંપની છે જ્યારે અમેરિકાની 3, ચીન, નેધરલેન્ડ, કેનેડાની 2 -2 કંપનીઓ સમાવેશ થાય છે.
Rabobank દ્વારા જાહેર કરવામાં આવેલ વિશ્વની ટોચની 20 ડેરી કંપનીઓની યાદીમાં ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન 16મા ક્રમે છે જે ભારત અને ગુજરાત માટે ગૌરવની વાત છે. ‘અમૂલ બ્રાન્ડ‘ એ ગુજરાતમાં સર્જાયેલી શ્વેતક્રાંતિનું પ્રતિક છે. ગુજરાતના 36 લાખ દૂધ ઉત્પાદકોને ખૂબ ખૂબ અભિનંદન https://t.co/3Q2jK0gWxE
— Vijay Rupani (@vijayrupanibjp) August 28, 2020
દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ગુજરાતનાં 36 લાખ દુધ ઉત્પાદકોની મહેનત રંગ લાવી છે. અમુલ દ્વારા ટ્વીટ કરાયું હતું કે, અમુલ દ્વારા જણાવવામાં આવ્યું કે, આ અમારી જ નહી પરંતુ લાખો પશુપાલકોને મળેલું ગૌરવ છે. જેમના થકી આજે અમુલ ઉજળું છે.